રાજકોટ
News of Tuesday, 3rd December 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ર લાખ ૧૦ હજારનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૩: હાથ ઉછીની રકમ પરત ચુકવા આપેલ ચેક પરત થતા ફોજદારી કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેક રકમનું વળતર ચુકવવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં રહેતા ફરીયાદી બલભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ તેમના મિત્ર જામનગર મુકામે રહેતા આરોપી ધવલસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણ તે હીમ્સ મેટલ ઇન્ડસ્ટ્રિઝના પ્રોપરાઇટર દરજજેને મિત્રતાના સબંધના દાવે રૂ. ર,૧૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ હતા ફરીયાદીને તે રકમ પરત ચુકવવા માટે આરોપીએ રૂ. ર,૧૦,૦૦૦/-નો ચેક આપેલ હતો જે ચેક તા. ૧૭-૦૪-ર૦૧૭ના રોજ ''ફંડ ઇનશફીશીયન્ટ''ના શેરા સાથે રીર્ટન થતા ફરીયાદી તરફથી તેમના એડવોકેટ મારફત નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી વિરૂધ્ધ નેગોશીયેબલની સ્પે. કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ તરફથી રજુ કરવામાં આવેલ પુરાવો તથા તમામ જરૂરી દસ્તાવેજો નામદાર કોર્ટમાં રેકર્ડ પર રજુ કરેલ હતા. આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે આરોપી પાસે ફરીયાદીનું કાયદેસરનું લેણું પુરવાર કરી શકેલ નથી તેમજ કોઇ રકમ ફરીયાદીએ આરોપીને આપેલ હોય તેવો કોઇ પુરાવો રજુ કરેલ નથી. પરંતુ કોર્ટના રેકર્ડ પર આવેલ પુરાવાઓ ફરીયાદીની તરફેણના હોય અને આ પુરાવા ન માનવા કોઇ કારણ ન હોય તેવી ફરીયાદીના વકીલની રજુઆતો કરવામાં આવેલ હતી. તેમજ ચેક રીર્ટન અંગેનો તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. તેમજ વડી અદાલત અને નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ઼ કરી ફરીયાદીના વકીલ શ્રી દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદી પોતાનો કેસ સંપુર્ણ પણે સાબિત કરેલ હોય અને આરોપીને મહાત્મા સજા અને ફરીયાદીને વળતર ચુકવવા રજુઆત કરેલ હતી.

આ તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટતના એડી. ચીફ જયુ. મેજી. શ્રી આર. એસ. રાજપુત મેડમે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રૂ. ર,૧૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે દિવસ-૬૦ માં ચુકવી આપવા અને આરોપી આ વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી શ્રી બલભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા વતી વકિલ તરીકે શ્રી મુકેશ આર. કેશરીયા, રાજેશ એન. મંજુસા, સંજયસિંહ આર. જાડેજા, ધવલ જે. વાઢેર રોકાયેલ હતા.

(3:47 pm IST)