રાજકોટ
News of Tuesday, 3rd December 2019

બાપા સીતારામ ગૌ-શાળામાં ૪૦ ગાયોનાં મોત અંગે જવાબદારો સામે પગલા લેવા કોંગ્રેસની ઉગ્ર રજૂઆત ધરણાઃ પોલીસે-કાર્યકરોની ટીંગા ટોળી કરી

રાજકોટ :  શહેરની રૈયાધાર વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ગૌશાળામાં ૪૦ ગાયોનાં મોત બાબતે જવાબદારો સામે પગલા લેવા કોંગ્રેસનાં કાર્યકરો રણજીત મુંધવા, રમેશ તલાટીયા અને ભાવેશ પટેલે આજે સવારે ડે. કમિશ્નર ચેતન નંદાણીને આવેદન પત્ર પાઠવી અને વિસ્તૃત રજૂઆત કર્યા બાદ ચેમ્બરમાં જ ધરણા કરતાં પોલીસે  રણજીત મુંધવા સહિતનાં કાર્યકરોની ટીંગાટોળી કરી અને ચેમ્બરની બહાર કાઢતાં રકઝક-ઝાપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતાં તે વખતની તસ્વીર. આ તકે કોંગી કાર્યકરોએ આવેદન પત્રમાં  માંગ ઉઠાવી હતી કે, રાજકોટની બાપા સીતારામ ગૌશાળામાં ૪૦ થી વધારે ગાયના મોત થયા છે તેમાં સંતોષકારક પગલા લેવા યા નથી. અને માત્ર ખોરાકી ઝેરીનું કારણ બતાવીને તંત્ર ખંખેરી રહ્યા છે પરંતુ જયારે બાપા સીતારામ ગૌશાળાના સંચાલક પોતે કબુલે છે કે ૩૦૦ ગાયને નીરણ નાખવામાં આવી છે તો ૪૦ ગાય જ કેમ મરી છે ? એ પણ તપાસનો વિષય છે. આમા સંપૂર્ણ તપાસ થવી જોઇએ અને યોગ્ય નિર્ણય લઇ જે કોઇ સંડોવાયેલા હોય તેઓને તો સસ્પેન્ડ કરવા જોઇ અને સંચાલકો સામે કડક પગલા લેવા જોઇએ.  કોર્પોરેશનના ચોકકસ અધિકારીની પણ બેદરકારી સામે આવી શકે છે ત્યારે સંપૂર્ણ તપાસ કરવી કારણ કે ત્યારે સંપૂર્ણ તપાસ કરવી કારણ કે ગૌશાળાના સંચાલકે ગૌશાળામાં ગ્રાન્ટ લેવા છતાં પણ ગાયો ને નીરણ નથી નાખી તો એ પણ તપાસનો વિષય છે. જે ગાય ત્યાં બીમાર હોય તેની તત્કાલ વેટરનીટી ડોકટર પાસે તપાસ કરવી જોઇએ ભૂતકાળમાં અનેક ગાયોના મોત થયા છે. અને જયારે તંત્રએ જે ગૌશાળાને બ્લેકલીસ્ટ કરવાનો નિર્ણય કર્યા છે.  તે અભિનંદનને પાત્ર છે. અગાઉ આજ નિર્ણય તત્કાલીન કમીશ્નર શ્રી નહેરાએ કર્યા તો છતાં ગાયો આજ ગૌશાળાને અપાઇ તે તપાસનો વિષય છે. અને જે ગાય ગૌશાળાને આપી છે એ પણ મહાનગર પાલીકા પાછી લઇ અને અબોલ જીવના જીવ જતા અટકાવા જોઇએ. આ રજૂઆતમાં  ગજેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઇ જુંજા, ચંદ્રેશ રાઠોડ વગેરે જોડાયા હતાં. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:45 pm IST)