રાજકોટ
News of Tuesday, 3rd December 2019

કોઠારીયા રોડ પર ૫૦ લાખના ખર્ચે નવી વોર્ડ ઓફીસ બનશેઃકામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૪માં આશરે રૂ.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર વોર્ડ ઓફીસ-૧૪(અ)ની નવી વોર્ડ ઓફીસ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ પ્રભારી નીલેશભાઈ જલુ, વોર્ડ પ્રમુખ અનીષભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, તથા વોર્ડ નં.૧૪ના અગ્રણીશ્રીઓ નરેન્દ્રભાઈ મકવાણા, ગીરીશભાઈ પોપટ, મહેશભાઈ મિયાત્રા, જયવીરસિંહ પરમાર, ભનુભાઈ પટેલ, મનુભાઈ જોબનપુત્રા, રમેશભાઈ સરવૈયા, કૌશરભાઈ ધામી, મુકેશભાઈ ચાવડા, મહેશભાઈ ચૌહાણ, જયદીપભાઈ નકુમ, દિનેશભાઈ વીરડા, કેયુરભાઈ મશરૂ, અરવિંદભાઈ તલસાણીયા, કેશુભાઈ દોંગા, મહેશભાઈ પરમાર, હિતેન હિંડોચા, ઉત્ત્।મભાઈ જાની, બકુલભાઈ વાદ્યેલા, દિલીપભાઈ ડાભી, રમેશભાઈ મંડલીક, કિરીટભાઈ ચૌહાણ, નીલમબેન ભટ્ટ, કલ્પબેન ટોળીયા, રાજેશ્વરીબેન પાટડિયા સહિત વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)