રાજકોટ
News of Tuesday, 3rd December 2019

પામ સીટી રોડથી રૈયા રોડ સુધી પેવર - રીકાર્પેટ

વોર્ડ નં. ૯ માં આવેલ પાટીદાર ચોક પામ સીટી મેઇન રોડથી રૈયા રોડ સુધી ટી.પી. રોડ પર પેવર રી-કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ, મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતીમાં ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજા, આશીષ ભટ્ટ, કરમશીભાઇ પનારા, સંજય ભાલોડીયા, સતીષ વાઘાણી, પી. એમ. પટેલ, રક્ષાબેન વાયડા, દેવયાનીબેન માંકડ, મનીષાબેન માકડીયા, અંજુબેન કણસાગરા, શ્રી મેરજા, કુમારસિંહ જાડેજા, દેવ ગજેરા, સુરેશ જલાલજી, બહાદુરભાઇ માંજરીયા, કેવલ કાનાબાર, નીરજ પંડયા, ઉપેન્દ્રભાઇ માંકડ, રતીભાઇ ફળદુ, પાર્થ મારસોણીયા, લીનેશ માવાણી સહીતના ભાજપ આગેવાનો તેમજ સોસાયટીના અશ્વીનભાઇ ભુવા, ડો. જયેશભાઇ બોડા, હીતેશભાઇ અધેરા, અમુભાઇ આડોદરીયા, મનજીભાઇ જગોદરા, કીરીટભાઇ દલસાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)