રાજકોટ
News of Tuesday, 3rd December 2019

ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીનશીપમાં રાજકોટના ખેલાડીઓનો ડંકોઃ ૩ ગોલ્ડ - ૩ સિલ્વર

રાજકોટઃ  ઇન્ડિયા વાડો-કાઇ કરાટે ડો. એસો . દ્વારા ૧૭ wki ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપનું વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ ચેમ્પીયનશીપમાં ઇન્ડોનેશીયા, શ્રીલંકા, ભૂટાન, નેપાલ, લંડન, બાંગ્લાદેશ જેવા દેશોએ ભાગ લીધો હતો. જેમાં આશરે ૬૫૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ. જેમાંથી રાજકોટના ૩ ખેલાડીઓએ અલગ અલગ વેઇટ કેટેગરીમાં કાતા અને કુમિતે (ફાઇટ) માં ૩ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમા સખિયા (ધોળકીયા સ્કુલ) કાતા- ગોલ્ડ મેડલ, ફાઇટ - ગોલ્ડ મેડલ, પસાયા મલ્કેશ (ક્રિસ્ટલ સ્કુલ)- કાતા- ગોલ્ડ મેડલ, ફાઇટ, સિલ્વર મેડલ અને પંડયા પ્રથમ (ક્રિસ્ટલ સ્કુલ) કાતા-સિલ્વર મેડલ, ફાઇટ-સિલ્વર મેડલ મેળવેલ. આ ખેલાડીઓ પ્લાનેટ કરાટે કલાસીસમાં સચિન ચૌહાણ  પાસે  તાલીમ મેળવી રહયા છે.

(3:42 pm IST)