રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાનું હેન્ડીક્રાફટ પ્રદર્શન યોજાશેઃ ૧૦૦ જેટલા સ્ટોલઃ બપોર બાદ મીટીંગઃ રાજકોટમાં ૧ હજાર પ્રોપર્ટી કાર્ડનું વિતરણ

ર૬મી જાન્યુઆરી રાજયકક્ષાની ઉજવણી :કલેકટરને ઉજવણીના ભાગરૂપે પ્રોપર્ટીકાર્ડ અંગે રીપોર્ટ કરતા નાયબ કમીશ્નર આર્યાઃવિવિધ વિસ્તારોનો સર્વે

રાજકોટ, તા., ૩: રાજકોટમાં રાજયકક્ષાની ર૬મી જાન્યુઆરીની ઉજવણી થનાર હોય એક પછી એક કાર્યક્રમો-લોકાર્પણ-ખાતમુહુર્ત-ઉદઘાટન સહિતની બાબતોની હારમાળા બહાર આવતી રહે છે.

કલેકટર તંત્ર હવે રાજકોટમાં ર૬ મી જાન્યુઆરીની ઉજવણીને અનુલક્ષીનેર૬ જાન્યુ. પહેલા પ દિવસનું મેગા હેન્ડીક્રાફટ પ્રદર્શન યોજવા જઇ રહયું છે. પ દિવસના આ પ્રદર્શનમાં ૧૦૦ જેટલા સ્ટોલ રહેશે અને ગુજરાત સહીત દરેક રાજયની ભાતીગળ સંસ્કૃતિ અર્થે બનાવાયેલ હાથશાળની ચીજવસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થશે.

આ સંદર્ભે આજે કલેકટર-એડી. કલેકટરની અધ્યક્ષતામાં સાંજે પ વાગ્યે ગુજરાત અને દેશની વિવિધ સંસ્થા કે જે આવી ભાતીગળ વસ્તુઓ-હાથકલાની વસ્તુઓ બનાવવા અંગે વિખ્યાત છે. તેમની સાથે મીટીંગ યોજાઇ છે અને તેમાં સ્થળ તારીખ-સમય ફાઇનલ કરાશે.

દરમિયાન કલેકટર દ્વારા બપોરે ૧ર વાગ્યાથી દરેક ડીપાર્ટમેન્ટના વડાઓ પાસેથી તેમનો શું કાર્યક્રમ છે તે અંગે રીપોર્ટ લેવાનું શરૂ કરાયું છે.આજેજમીન સુધારણાના કમીશ્નર નાયબ કમિશ્નરશ્રી આર્યાએ ર૬ મી જાન્યુઆરીને અનુલક્ષીને તા.૧૦ જાન્યુ.થી રાજકોટ પુર્વ-પશ્ચિમ-દક્ષિણ મામલતદાર વિસ્તારોપસંદ કરી ૧ હજાર જેટલા પ્રોપર્ટી કાર્ડ લોકોને અપાશે તેમ રીપોર્ટઆપ્યો હતો. સાંજ સુધીમાં દરેક ડીપાર્ટમેન્ટના વડા કલેકટરનેરીપોર્ટ આપશે. આ પછી કલેકટર  દ્વારા સી.એમ.સમક્ષ પ્રેઝન્ટેશનકરાશે અને મુખ્યમંત્રી જે ફાઇનલ કરે તે કાર્યક્રમોની હારમાળા સર્જાશે.

(3:39 pm IST)