રાજકોટ
News of Tuesday, 3rd December 2019

ટીકટોક - ઈન્સ્ટાગ્રામ કવીન - એટ્રેસ અંકિતા દવે બની મિસ્સ ઈન્સ્ટા

રાજકોટ : 'ટેબ ધ હોટ' નામની એક વેબસાઈટ દ્વારા ઓનલાઈન 'મિસ્સ ઈન્સ્ટા નવેમ્બર ૨૦૧૯' નામની વોટીંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી એક હજાર જેટલી મોડેલ - એટ્રેસ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. ફાઈનલમાં ૫૦૦ મોડેલ - એટ્રેસ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ટીકટોક ઈન્સ્ટાગ્રામ કવીન અંકિતા દવેએ ભાગ લીધો હતો. ૭ દિવસમાં અઢી લાખથી પણ વધુ લોકોએ આ વેબસાઈટમાં વોટીંગ કરેલ હતું. જેમાં ૫૦૦ મોડેલ એન્ડ એટ્રેસના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એમના બેસ્ટ ૧૦ ફોટોગ્રાફસ રેન્ડમ લઈને પોઝેટીવ અને નેગેટીવ વોટીંગ હતું. અંકિતાએ બાજી મારી જીત મેળવી હતી. મો.૯૪૦૯૦ ૦૮૩૩૭.

(3:39 pm IST)