રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વધુ એક લાખ ગુણી મગફળી ઠલવાઇ : આવક પર બ્રેક લગાડાઇ

અઢળક આવક સામે દિવસની સરેરાશ રપ હજાર મગફળીની ગુણીનું વેચાણ

રાજકોટ :માર્કેટીંગ યાર્ડમાં વધુ એક લાખ નવી મગફળીની ગુણીની આવક થઇ છે નવી એક લાખ ગુણીની આવક બાદ બ્રેક પણ લગાવી દેવાઈ છે ગત વખતે મગફળીની રેકડ બ્રેક સવાલાખ મગફળીની ગુણીની આવક થવા પામી હતી. આ મબલખ આવક બાદ મગફળી લાવવા પર પ્રતિબંધ મુકાયો હતો તેવી જ રીતે આ વખતે પણ અંદાજે એક લાખ જેટલી મગફળીની ગુણી સવારમાં જ માકેટીંગ યાર્ડમાં ઠલવાઇ જતા હાલ આવક પર બ્રેક લગાડાય છે.

 જગ્યાના અભાવે પુષ્કળ આવક આવ્યા બાદ બ્રેક લગાડવામાં આવે છે.બીજીવાર સતત એક લાખ ગુણીની આવક થવા પામી છે. જેની હરરાજી થયા બાદ નવો માલ ઠાલવવા માટેની જાહેરાત કરવામાં આવશે. અને હાલ આવક બંધ કરાઇ હોવાનું સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્વારા જણાવાયું છે.

  પાંચેક દિવસ પૂર્વે સવા લાખ મગફળીની ગુણી આવક થઇ હતી જેના વેચાણ બાદ આજે ફરી અઢળક આવક થઇ છે. દિવસની સરેરાશ રપ હજાર મગફળીની ગુણીનું વેચાણ થતું હોય તયારે આજે પાંચ દિવસ પછી ખેડુતોએ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ઠાલવી છે.ખેડુતો મગફળીનો જલ્દી નિકાલ કરવા તેમજ શિયાળુ વાવેતર માટે નાણા છુટા કરવા ઉમટી પડયાં છે.

(1:33 pm IST)