રાજકોટ
News of Tuesday, 3rd December 2019

માનસિક રીતે વિકલાંગ અસ્‍થમાંના દર્દીની સફળ સારવાર કરતા વોકહાર્ટના એલર્જી અને ફેફસાના રોગોના નિષ્‍ણાંત ડો. મિલન ભંડેરી

માનસિક રીતે વિકલાંગ અસ્‍થમાના દર્દીને તપાસી રહેલ ડો. મિલન ભંડેરી

રાજકોટ તા. ૩ : રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્‍પીટલમાં છેલ્લા એક વર્ષથી અસ્‍થમાં અને માનસીક રીતે વિકલાંગ દર્દીની વોકહાર્ટ હોસ્‍પીટલના એનર્જી અનેફેફસાના રોગોના નિષ્‍ણાંત ડો. મિલન ભંડેરીએ કરેલી સફળ સારવાર બાબત આ દર્દી અને વૈશ્વીક રીતે અસ્‍થમાથી પીડાતા દર્દીઓ વિશે વિસ્‍તૃત માહિતી આપતા જણાવેલ હતું. કે અસ્‍થમાં (દમ) એક એલર્જીક રોગ છે. વિશ્વમાં અસ્‍થમાંથી પિડાતા લોકોની સંખ્‍યા અંદાજીત રપ થી ૩૦ કરોડ છે. ભારતમાં આવા દર્દીઓની સંખ્‍યા અંદાજીત ર કરોડ જેટલી છે. અસ્‍થમાં એ.મોટા ભાગે હવામાના એલર્જ નથી થતો રોગ છે. ર% થી ત્રણ ઓછા અસ્‍થમાના દર્દીઓને ખોરાકની એલર્જી જોવા મળે છે. અસ્‍થમાને મટાડી શકાતો નથી પરંતુ જો બરાબર સારવાર કરવામાં આવે તો તેના દર્દી પણ સામાન્‍ય માણસની જેમ સક્રિય અને તંદુરસ્‍ત જીવન જીવી શકે છે.

ડો. મિલન ભંડેરીએ કરેલ એક દર્દીની સફળ સારવારની માહિતી આપતા જણાવેલ હતું કે આજે એવા જ એક રાજકોટના દર્દીની ઉંમર ર૬ વર્ષની નિરવ જન્‍મથી જ માનસિક રીતે વિકલાંગ છે અને અસ્‍થામાની અને એલજીક રાઇનાઇટિસની તકલીફ નાનપણથી જ છે. તેની ઉંમરની સાથેવધતી ગઇ હતી અને ર૦૧પ થી ર૦૧૮ ના ત્રણ વર્ષના ગાળામાં તેને દમના હુમલા માટેવારંવાર દાખલ કરવો પડેલ જેમાં ૩ વખત તો વેન્‍ટીલેટરની પણ જરૂર પડેલ જેના લીધે દર્દીનો પરીવાર આર્થિક અને માનસીક રીતે ખુબજ હેરાન થતો હતો છેલ્લા એક વર્ષથી ડો. મિલન ભંડેરીની દેખરેખમાં સારવાર લઇ રહ્યા છે. અને અત્‍યારે દર્દીને અસ્‍થાના રોગમાં ખુબજ રાહત છ.ે આ દર્દીના અસ્‍થમાને નિયંત્રણમાં રાખવા માટે તેને અસ્‍થામાંથી આધુનિક સારવાર આપવામાં આવે છે. જેમાં એલર્જીનો રિપોર્ટ (એલર્જી) સ્‍કીન પ્રિક ટેસ્‍ટ) કરીને દર્દીને ઇમ્‍યુનો થેરાપી પર મુકવામાં આવેલ છે જેના લીધે અસ્‍થમાં મહદઅંશે કાબુમાં છે.

(11:04 am IST)