રાજકોટ
News of Saturday, 3rd November 2018

તબીબોને દિપાવલી ભેટઃ IMAના રાષ્ટ્રિય ચૂંટણીમાં ડો. અતુલ પંડયાનો જયજયકાર

ઉપપ્રમુખપદે ૨૬૦૦ માંથી ૧૯૩૦ મતે ભવ્ય વિજય થતા રાજકોટ-સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવઃ ભારતભરના તબીબોએ મુકેલ વિશ્વાસ પરીપુર્ણ કરવા ડો. અતુલ પંડયાનો કોલ

રાજકોટ : સિમ્પલ લીવીંગ, હાઈ થીંકીંગની પ્રતિભા જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડ્યાએ ઈન્ડિયન મેડીકલ એસોસીએશનની રાષ્ટ્રીય ચૂંટણીમાં ઉપપ્રમુખપદે ૯૦% મત હાંસલ કરી ભવ્ય વિજય મેળવ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં ''અકિલા'' કાર્યાલય ખાતે ડો. અતુલ પંડ્યા, ડો. દિપેશ ભાલાણી, ડો. પિયુષ અનડકટ, ડો. હિરેન કોઠારી, ડો. મયંક ઠક્કર, ડો. ચેતન લાલસેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૩: ઇન્ડિયન મેડિકલ એસોસીએશનનાં રાષ્ટ્રિય કક્ષાના ઉપપ્રમુખ તરીકે રાજકોટના સેવાભાવી અને અજાતશત્રુ સમાન તબીબ ડો. અતુલ પંડયા વિજેતા બન્યા છે, દેશભરનાં લાખો તબીબોએ રાજકોટના તબીબ પર વિશ્વાસ મુકી તેમને વિજેતા બનાવતાં રાજકોટ સહિત ગુજરાતભરનાં તબીબોમાં હરખની હેલી છે. રાજકોટને પ્રથમ વખત આઇ.એમ.એ.માં રાષ્ટ્રિય કક્ષાએ પ્રતિનિધિત્વ મળ્યું છે જે રાજકોટ માટે ગૌરવની વાત છે એમ આઇ.એમ.એ. રાજકોટના પ્રમુખ ડો. હિરેન કોઠારી અને સેક્રેટરી ડો. પિયુષ અનડકટની  સંયુકત યાદીમાં જણાવાયું છે. ડો. પંડયા ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ઉપપ્રમુખ પદે વિજેતા બન્યા છે તેમની સાથે તેમની આખી પેનલ બહોળી બહુમતી સાથે વિજેતા બની છે જે આઇ.એમ.એ.ના ઇતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું છે.

ડો. હિરેન કોઠારીના જણાવ્યા અનુસાર વર્ષો બાદ રાજકોટ આઇ.એમ.એ. સહિત તબીબી જગત માટે ગૌરવરૂપ પળો આવી છે. રાજકોટના સેવાભાવી અજાતશત્રુ તબીબ ડો. અતુલ પંડયા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન-હેડકવાર્ટર, દિલ્હીના ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. રાજકોટના તરવરીયા તબીબ ડો. અતુલ પંડયા તબીબોના રાષ્ટ્રિય કક્ષાના સંગઠનમાં ઉચ્ચપદે બિરાજમાન થતા હોય, આઇ.એમ.એે. રાજકોટ સહિત સમગ્ર તબીબી જગત માટે હરખનો અવસર આવ્યો છે. આઇ.એમ.એ. હેડકવાર્ટર દિલ્હીના ઉપપ્રમુખપદે વિજેતા બનેલા રાજકોટના ડો. અતુલ પંડયા ૨૮ વર્ષથી રાજકોટના પેથોલોજીસ્ટ છે. આઇ.એમ.એ. હેડકવાર્ટરના સેન્ટ્રલ વર્કિંગ કમિટીના મેમ્બર,ગુજરાત ગુજરાત આઇ.એમ.એ.ના પ્રમુખ, આઇ.એમ.એ.-રાજકોટના પ્રમુખ, સેક્રેટરી અને આઇ.એમ.એ.-ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપી છે. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુકત પૂર્વ સેનેટ મેમ્બર અને ગુજરાત મેડિકલ કાઉન્સીલમાં પણ સરકાર નિયુકત મેમ્બર છે. સેવાભાવી અને મિલનસાર સ્વભાવના ડો. પંડયા તબીબ તરીકે પોતાનું સમાજ પ્રત્યેનુંદાયીત્વ સુપેરે સમજી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. લાખો લોકોના જીવ જાય છે એવાટી.બી.ના દર્દીઓની સધનસારવાર માટે તેમના વડપણ હેઠળ ગુજરાતભરમાં ઝુંબેશ ચાલી રહી છે. ટી.બી.ના દર્દીને નિયમિત ડોઝ મળી રહે તે માટે તેમણે ગામે-ગામ અને શહેરના  મોટાભાગના વિસ્તારોમાં ડોટ સેન્ટરોની સાંકળ રચી ટી.બી.ના દર્દીને ઘર આંગણે પુરતી અને સમયસરની સારવાર  મળી રહે એ માટે વ્યવસ્થા ગોઠવી છે. સરકાર અને તબીબોનું સંકલન ગોઠવી આ ક્ષેત્રે નમુનારૂપ કામગીરી કરી રહ્યાંછે.

રાજકોટ આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. હિરેન કોઠારી અને સેક્રેટરી ડો. પિયુષ અનડકટે હરખ સાથે ડો. અતુલ પંડયાને શુભેચ્છા આપતાં તેમની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત આઇ.એમ.એ.ના પ્રમુખ તરીકે ડો. અતુલ પંડયાએ સમાજમાં વિદ્યાર્થીઓમાં વધતા જતાં ડિપ્રેશનના કેસ અંગે ચિંતા વ્યકત કરી ગુજરાતભરના વિદ્યાર્થી શાંત ચિતે ભણી શકે અને દેશ-વિદેશમાં પોતાનું,પરિવારનું અને રાજયનું નામ રોશન કરી શકે એવા ઉમદા હેતુ સાથે આત્મહત્યા નિવારણ માટેના ખાસ પ્રોગ્રામ 'જીવીશ'શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત રાજયભરમાં અનેક શહેરોમાં કોલેજો, સ્કૂલોમાં નિષ્ણાંત તબીબોના સેમીનારો યોજી વિદ્યાર્થી સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો જાણીને તેનું સરળ નિરાકરણ આપવામાં આવ્યું હતંુ.

સમાજમાં મહિલાઓની ઘટતી જતી સંખ્યા સામે લોકોને જાગૃત કરવા આઇ.એમ.એ. દ્વારા ''બેટી બચાવો, બેટી વધાવો'' કાર્યક્રમ ગુજરાતભરમાં કરવામાં આવ્યો હતો. ૨૦૦૭માં રાજકોટ આઇ.એમ.એ. દ્વારા ડો.અતુલ પંડયા અને સેક્રટરી ડો. હિરેન કોઠારીની ટીમ દ્વારા રાજકોટમાં ફકત દિકરી જ સંતાન હોય એવા ૭૨ તબીબ દંપતિઓનું જાહેર સન્માન કરી સમાજને નવો રાહ ચિંધ્યો હતો. આ જ રીતે ગુજરાતભરમાં ફકત દિકરી જ સંતાન હોય એવા તબીબો અને સમાજના અન્ય પરિવારોનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. સ્વાઇન ફલુ જેવા ભયાનક રોગ ગુજરાતને ભરડામાં લઇ રહ્યો હતો ત્યારે પ્રાથમિક તબક્કે જ આઇ.એમ.એ.-ગુજરાત દ્વારા વિશેષ ટીમ બનાવી સરકાર સાથે સંકલન કરી દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટેવ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાંપણ ડો. પંડયાઅને ડો. હિરેન કોઠારીની ટીમ દ્વારા વિશેષ જવાબદારી સંભાળી હતી.

ગુજરાત આઇ.એમ.એ.ના પુર્વ ઉપપ્રમુખ સર્વશ્રી ડો. ભરત કાકડીયા, ડો. એમ.કે. કોરવાડીયા તથા વર્તમાન ઉપપ્રમુખ ડો. અમીત હપાણીના જણાવ્યા અનુસાર ડો. પંડયા આઇ.એમ.એ.ના રૂરલ હેલ્થ પ્રોગ્રામના ડાયરેકટર તરીકેગ્રામ્ય વિસ્તારમાં સંકલન દ્વારા નિયમિત રૂપે ગ્રામ્ય વિસ્તારોમાં વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પોનું આયોજન કરી ગામડાની ગરીબ- અભણ પ્રજાને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યાં છે, આ પ્રોગ્રામ અંતર્ગત હાલ આઇ.એમ.એ.ના તબીબો કેરલના પૂરગ્રસ્ત વિસ્તારનાં અંતરીયાળગામોમાં સેવા આપી રહયાં છે. તેઓ વિવિધ રોગના દર્દીઓને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવવા સાથે લોકો દર્દમાં સપડાય જ નહીં અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એ માટે વિશેષ કાર્ય કરી રહ્યાંછે. તેઓ સામાજીક સંગઠનોના સહકારથી ગામે ગામ વિવિધ રોગથી કેમ બચી શકાય તે માટે લોક જાગૃતિનાં કાર્યક્રમો કરી રહયાં છે. આ માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંત માણસોના લેકચર, પોસ્ટરો વગેરે દ્વારા લોકોને પુરતુ માર્ગદર્શન આપી રહ્યાં છે. તેમના મગજમાં સતત રોગમુકત સમાજની રચનાના વિચારો વહ્યાં કરે છે. અને આ વિચારોને અમલમાં મુકવા સમગ્ર તબીબી જગતને સાંકળી લેવાની તેમની કુનેહ પ્રશંસાપાત્ર છે.

ડો.અતુલ પંડયા આઇ.એમ.એ.-ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપ્યા બાદ હવે રાષ્ટ્રિય કક્ષાએ૨૦૧૯-૨૦ માટે ઉપપ્રમુખ પદે બિરાજમાન થશે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશન એ એલોપેથીક તબીબોનું રાષ્ટ્રિય કક્ષાનું સંગઠન છે. ૧૯૨૮માં તેની સ્થાપના થઇ છે. હાલ દેશભરમાં ૩૧ રાજયમાં ૧૭૦૦ થી વધુ બ્રાંન્ચમાં સવા ત્રણ લાખથી વધુ તબીબો મેમ્બર છે.વિશ્વનું સોૈથી મોટુ બિનરાજકીય સેવાભાવી સંગઠન છે. દેશની આરોગ્યલક્ષી પોલીસીના ઘડતરમાં તે મહત્વનો ભાગ ભજવે છે. એમ.બી.બી.એસ. અને એથી ઉપરની એલોપેથીક ડિગ્રી ધરાવતા તબીબોનાં આ સંગઠનની હાલ ગુજરાતમાં ૧૧૭ બ્રાંન્ચ છે, જેમાં૩૨૦૦ કરતાં વધુ તબીબો મેમ્બર છે. રાજકોટ આઇ.એમ.એે.ના સેવાભાવી તબીબ ડો.અતુલ પંડયા એલોપેથીક તબીબોની બહોળી સભ્ય સંખ્યા ધરાવતી સંસ્થામાં ઉપપ્રમુખપદે વિજેતા બન્યા છે એ રાજકોટ તબીબી જગત માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રિય કક્ષાએ ડો. અતુલ પંડયા સાથે તેમની આખી પેનલ વિજેતા બની છે, જેમાં પ્રમુખ પદે ૨૦૧૮-૧૯ માટે ડો. શાંતનંુ સેન-રાજયસભાના સભ્ય (કલકતા) અને ૨૦૧૯-૨૦ માટે ડો. રાજેન શર્મા (હરીયાણા), ૨૦૧૮-૧૯ માટે ઉપપ્રમુખ ડો. પ્રજ્ઞેશજોશી (સુરત) તથા ૨૦૧૯-૨૦માટે ડો. અતુલ પંડયા (રાજકોટ) વિજેતા બન્યા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન,હેડ કવાર્ટર-દિલ્હીની વિવિધ પોસ્ટ માટેલાંબા   સમય બાદ તાજેતરમાં ઇલેકશન થયું હતું. સંપૂર્ણ લોકશાહી ઢબે થતી આ ચૂંટણી પ્રક્રિયામાં દેશભરના સવા ત્રણ લાખથીવધુ તબીબ સભ્યોમાંથી ૩૨૦૦ જેટલાં નિયુકત થયેલાં સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર દ્વારા મતદાન કરવામાં આવે છે. આ ચૂંટણીમાં૨૩૫૦ મતદારોએ પોતાના મત આપ્યાં હતાં જેમાંથી વિજેતા ટીમ પૈકી રાજકોટનાં ડો. અતુલ પંડયાને ૧૯૩૦ મત મળ્યાં છે, આટલી જંગી બહુમતીથી રાજકોટના તબીબની જીત એ ભારતભરનાં તબીબો દ્વારા ડો. અતુલ પંડયા પર મુકવામાં આવેલાં વિશ્વાસને પ્રતિત કરાવે છે.

આઇ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિધ રોગની વિશ્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણિક અને તાલીમના સેમીનારો યોજાય છે.દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તબીબોના જ્ઞાનમાં સતત વૃદ્ધિ થતી રહે એ માટે સંસ્થા વિવિધ સેમીનાર યોજી દેશ-વિદેશના જે તે રોગના નિષ્ણાંત તબીબોના લેકચર રાખે છે. આ ઉપરાંત લોકો રોગ મુકત રહે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ માટે લોક જાગૃતિના અનેક કાર્યક્રમો નિયમિત રૂપે યોજાય રહ્યાં છે.સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ વગેરેનંુ આયોજન કરવામાં આવતું હોય છે.

આઇ.એમ.એ. દેશભરમાં કુદરતી આફતના સમયે સતત ખડેપગે રહી લોકોની સેવા કરતું હોય છે. મોરબીની પૂર હોનારત, પોરબંદર- અમરેલીની પૂર હોનારત, લાતુરના ભુકંપ, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ધરતીકંપ, કંડલા-જામનગરમાં સાયકલોન, સુરતમાં ફાટી નિકળેલ પ્લેગ આવી તો અનેક કુદરતી આફતો સમયે આઇ.એમ.એ.ના તબીબોની ટીમ સતત લોકો સાથે રહી તેમના દર્દ દુર કર્યાંછે. સુરતમાં પ્લેગ ફાટી નિકળ્યો ત્યારે લોકો સુરતથી હિજરત કરી રહ્યાં હતાં ત્યારે ગુજરાત આઇ.એમ.એ.ના તબીબોની ટીમ જાનના જોખમે ત્યાં પહોંચી લોકોની સારવાર સંભાળી લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં પૂર હોનારત વખતે પણ ગુજરાતના તબીબોની ટીમ સેવા  કરવા ગઇ હતી. જેમાં સૌરાષ્ટ્રનાં તબીબો ડો. મનસુખભાઇ કાનાણીના નેતૃત્વમાં જોડાયા હતા. કચ્છ-ગુજરાતનાં ભુકંપ બાદ આઇ.એમ.એ. દ્વારા ગાંધીધામ ખાતે રૂ. પાંચ કરોડના સ્વખર્ચે રામબાગ હોસ્પિટલનું પુનઃ નિર્માણ કરી સરકારને અર્પણ કરવામાં આવી છે. દેશ ઉપરાંત પડોશી દેશ નેપાળના ધરતીકંપ વખતે પણ આઇ.એમ.એ.ગુજરાતની ટીમ સેવા કરવા પહોંચી હતી. સુનામી વખતે ડો. બિપીનભાઇ પટેલ અને ડો. જીતેન્દ્રભાઇ  પટેલની વડપણ હેઠળ ગુજરાતના તબીબોની ટીમ સેવા માટે ગઇ હતી. આમ આઇ.એમ.એ.ના તબીબો સતત લોકોની સેવા માટે તત્પર રહેતા હોય છે. અને દેશ -વિદેશમાં લોક સેવા થકી ભારતના તબીબી જગતને નામના અપાવી રહ્યાં છે.

આ ઉપરાંત આઇ.એમ.એ. દ્વારા સામાજીક પ્રવૃતિઓ જેવી કે, સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુકિત ઝુંબેશ અંતર્ગત 'નો ટોબેકો ડે', પાણી બચાવો ઝુંબેશ, રસીકરણ ઝુંબેશ વગેરે કાર્યો થાય છે. રાજકોટમાં ચિત્રનગરી ખાતે વોલ પેઇન્ટીંગ દ્વારા લોકોમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતકરવાની ઝુંબેશ ચલાવાઇ રહી છે. ગુજરાતમાં ૧૪ જેટલાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દત્તક લેવામાં આવ્યાં છે જેમાં રાજકોટનાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.

તબીબી જગતના દેશભરનાં નામાંકિત તબીબો વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો. કેતનભાઈ દેસાઈ, આઈ.એમ.એ.ના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ ડો. જીતેન્દ્રભાઈ બી. પટેલ (અમદાવાદ), પૂર્વ ઉપપ્રમુખ ડો. અનિલ નાયક (મહેસાણા), ડો. પ્રફુલ દેસાઈ (નવસારી), ડો. ડી.પી. ચીખલીયા (જૂનાગઢ), સંસ્થાના રાષ્ટ્રીય પૂર્વ ઉપપ્રમુખ ડો. મનસુખભાઈ કાનાણી (ભાવનગર), ડો. ભરતભાઈ ત્રિવેદી (ભાવનગર), ડો. શૈલેન્દ્ર વોરા (અમદાવાદ), ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખો સર્વશ્રી ડો. ધનેશ પટેલ, ડો. બાબુભાઈ પટેલ (ઉંઝા), ડો. બિપીનભાઈ પટેલ (અમદાવાદ), ડો. મહેન્દ્રભાઈ દેસાઈ (અમદાવાદ), સુરતના ડો. વિનોદ શાહ, ડો. પ્રજ્ઞેશ જોષી, વડોદરાના ડો. ચેતન પટેલ, ડો. મયંક ભટ્ટ, ડો. મહેન્દ્ર ચૌધરી (બારડોલી), ગુજરાત કેન્સર હોસ્પીટલના ડિન ડો. કિર્તીભાઈ પટેલ, એલ.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. યોગેન્દ્ર મોદી, ડો. દેવાંશુ શુકલ (જામનગર), રાજકોટના ગુજરાત આઈ.એમ.એ.ના પૂર્વ ઉપપ્રમુખો સર્વશ્રી ડો. એમ.કે. કોરવાડીયા, ડો. ભરત કાકડીયા, વર્તમાન ઉપપ્રમુખ ડો. અમિત હપાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડિન ડો. વિજય પોપટ (જામનગર), રાજકોટ આઈ.એમ.એ.ના વરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. સી.આર. બાલધા, ડો. સુરેશ જોષીપુરા, સંઘચાલક-રાજકોટ મહાનગર આર.એસ.એસ. ડો. જીતેન્દ્ર અમલાણી, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ડો. ભાવિન કોઠારી, ડો. કીર્તિભાઈ પટેલ, ડો. રાજેશ તેલી, ડો. વસંત સાપોવાડીયા, ડો. દિલીપભાઈ પટેલ, ડો. ભાવેશ સચદે, ડો. કિરીટ દેવાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. દિપેશ ભાલાણી, ડો. પારસ ડી. શાહ, ડો. અમિત અગ્રાવત, ડો. અતુલ હિરાણી, ડો. યોગેશ રાયચુરા, ડો. હિમાંશુ ઠક્કર, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા, રાજકોટ મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડિન ડો. ગૌરવી ધ્રુવ, જૂનાગઢ મેડીકલ કોલેજના ડિન ડો. એસ.પી. રાઠોડ, ડો. અજય રાજ્યગુરૂ, કેન્સર સર્જન ડો. નિતીન ટોલીયા, માનસિક રોગના નિષ્ણાંત ડો. વિજય નાગ્રેચા, ડો. ભાવેશ કોટક, ડો. નિરંજન સોની, ડો. કિરીટ કનેરીયા, ડો. હિમાંશુ મણીયાર, ડો. મહેન્દ્ર ચાવડા, સિન્ડીકેટ મેમ્બર ડો. વિજય દેસાણી, આઈ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયા, ઓન્કોજીસ્ટ ડો. બબીતા હપાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, એફ.પી.એ.ના ડો. કે.એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. કિરીટ કાનાણી, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો. વસંત કાસુંન્દ્રા, બ્રહ્મ ડોકટર્સ એસોસીએશનના ડો. એન.ડી. શીલુ, ડો. બકુલ વ્યાસ, ડો. તત્સ જોશી, મોરબી આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ ડો. હસમુખ સવસાણી, ડો. ભુત, ગોંડલ આઈ.એમ.એ.ના ડો. ભાવેશ સોલંકી, સામાજીક ક્ષેત્રના અગ્રણી નલીનભાઈ ઝવેરી તથા મિડીયા જગતના વિજય મહેતા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.(૧.૨૩)

(3:26 pm IST)