રાજકોટ
News of Saturday, 3rd November 2018

સિવણ વર્ગના બહેનો વચ્ચે રાસ ગરબા સ્પર્ધા

  કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત શિવણ કલાસની બહેનોનો રાસ ગરબા હરીફાઇનો કાર્યક્રમ ગોવિંદભાઇ પટેલ ગુજરાત રાજયના પૂર્વ મંત્રીના અધ્યક્ષ સ્થાને તેમજ ડો. એ.એસ.પંડયા,આચાર્યશ્રી  A.V.P.T. એન્જીનીયરીંગ કોલેજ મુખ્ય મહેમાન પદેતેમજ અનિલભાઇ શાહ, એમ.જે.શાહ ચેરિટેબલ ટ્રસ્ટી ગીરીશભાઇપરસાણા, પટેલ જ્ઞાતિના અગ્રગણ્ય તેમજ હેમભાઇ ચોૈહાણ, ઉનેશભાઇ જે.પી., રમેશભાઇ દોમડીયા ના અતિથી વિશેષ પદે યોજવામા આવેલ. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન કિશોરભાઇ પટેલે કરેલ, સંચાલન નિલેશભાઇ વોરા અને યશવંતભાઇ પાટડીયાએકરેલ. બેસ્ટ પર્ફોમર્સ પ્રથમ નંબરે રાઠોડ મિતાલી, બીજા નંબરે રાઠોડ નિરાલી, ત્રીજા નંબરે માંડલીયા કાજલ આવેલ, ડ્રેસમાં પ્રથમ નંબરે રાઠોડ ધારા, બીજા નંબરે રાણપરા કેતન, આશ્વાસન : ધીનોજા અંકિતા, તેમજ રાજપરા મીનલ તેમજ સીનીયર તમજ બાળકોને ઉપરોકત વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર રૂપે ઇનામો આપવામાં આવેલ.

આ રાસ ગરબા હરિફાઇમાં નિર્ણાયક તરીકે શોભનાબેન કારીયા, અને પ્રફુલ્લાબેન સોનીએ તેમજ દિવ્યાબેન આડેસરા એ માનદ સેવા આપેલ. કાર્યક્રમનાં અંતે આભાર વિધી ભરતભાઇ ત્રિવેદીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઇ પટેલ, કોૈશીકભાઇ દવે, યશવંત પાટડીયા, ભરતભાઇ ત્રિવેદી, રાજુભાઇ મહેતા, હરેશભાઇ પારેખ, ભરતભાઇ રૂપારેલીયા, સુબોધભાઇ રાધનપુરા તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ.(૩.૧૨)

(9:53 am IST)