News of Monday, 3rd October 2022
ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર લખન માલાણીને ફરલો સ્કવોર્ડે કુબલીયાપરામાંથી દબોચ્યો
રાજકોટ,તા.૩ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા શખ્સને પેરોલ ફરલો સ્કવોડે કુબલીયાપરામાંથી ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ સામાકાંઠા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સ કુબલીયાપરમાં આવ્યો હોવાની પેરોલ ફરલો સ્કવોના હેડ કોન્સ રાજદીપસિંહ ચૌહાણ, કોન્સ. યુવરાજસિંહ રાણા તથા અનિલસિંહ ગોહિલને બામી મળતા કુબલીયાપરા ટ્રેકટર ચોકમાંથી લખન બચુભાઇ માલાણી (ઉ.વ.ર૮) (રહે. ચુનારાવાડ શેરી નં. ૧/૧૪) ને પકડી લીધો હતો. આ કામગીરી પી.એસ.આઇ. કે.ડી. પટેલ, એ.એસ.આઇ. ઝહીરભાઇ, હેડ કોન્સ. જયદીપસિંહ, રાજદીપસિંહ, કોન્સ. અનીલસિંહ, સીરાજભાઇ, યોગેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુરસિંહ તથા શાંતુબેન મુળીયા દ્વારા કરવામાં આવી હતી.
(4:28 pm IST)