રાજકોટ
News of Thursday, 3rd October 2019

શ્રીયુનિવર્સલ સ્કૂલના તેજસ્વી તારલાઓનું સન્માન

રાજકોટ : અહીંના ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલી શ્રી યુનિવર્સલ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓનો ''જ્ઞાનરત્ન સન્માન સમારોહ'' હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજવામાં આવેલ. ૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવેલ. કોરણ-૧૦ નું શાળાનું પરીણામ ૯૯% , જેમાં ૯૦ કે તેથી વધુ ભ્ય્  મેળવનાર ૧૦૦ વિદ્યાર્થીઓ હતા. જેમાં ધોરણ ૧૦માં ઝાલાવાડીયા પ્રિયાંશી ૯૯.૯૪ ભ્ય્ સાથે બોર્ડમાં છઠુ સ્થાન મેળવેલ ,પીઠડીયા નિરાલીએ ૯૯.૯૦ ભ્ય્ સાથે બોર્ડમાં દસમુ સ્થાન મેળવેલ, તેમજ ધોરણ-૧૨ માં ટીલાવત ઉર્મીએ ૯૯.૪૨ ભ્ય્ સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવેલ. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પોત્સાહીત કરવા માટે મુખ્ય મહેમાનો તરીકે કેળવણીકાર ગીજુભાઇ ભરાડ, ટી.એન.રાવ, કોલેજના સંચાલક નિદતભાઇ બારોટ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મંત્રી અવધેશભાઇ કાનગડ, ગેરેયા હોમિયોપેથીક  કોલેજના  સંચાલક રામભાઇ ગેરેયા, ક્રિએટીવ સ્કૂલના સંચાલક નરેશભાઇ પટેલ, પાઠક સ્કૂલના સંચાલક ભાવદીપસિંહ જેઠવા, વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર નિતીનભાઇ રામાણી અને શૈલેષભાઇ ડાંગર, વરિયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપના પ્રમુખ જે.કે. મોરીધરા, તેમજ અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઇ સીણોજીયા, સ્કૂલ ઓફ સાયન્સના પટેલ, ગોૈતમ સ્કૂલના સંચાલક દિલીપભાઇ પંચોલી, રહેવર સ્કૂલના સંચાલક જયવીરસિંહ રહેવર તેમજ રઘુવીરસિંહ રહેવર, પંચશીલ સ્કૂલના સંચાલક મનસુખભાઇ અને એંજલભાઇ કોરાટે હાજરી આપી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહીત કરેલ. શાળાના ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓએ નૃત્ય રજુ કરેલ. ઉપરાંત શાળાના સંચાલક ડો. અરૂણભાઇ સુરાણીએ સ્વાગત, કાર્યક્રમનું સંચાલન શિક્ષક ચંદ્રેશભાઇ ખત્રી અને નલીનભાઇ સાકરીયાએ કરેલ હતું.

(3:47 pm IST)