રાજકોટ
News of Thursday, 3rd October 2019

વૈષ્ણવજન તો તેને રે કહીએ... જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં રાષ્ટ્રપિતાને અપાઈ શ્રધ્ધાંજલી

સફાઈ કામદારોનું ચાંદીની ગીનીથી કરાયું સન્માનઃ મહિલા પ્રતિભાઓનું પણ અભિવાદન

રાજકોટઃ સોનમ ગરબામાં ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના  પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ....ના સૂરો સાથે ખેલૈયાઓએ રાસની શરૂઆત કરી હતી. ગઈ કાલે ગરબાની થીમ જ દેશભકિતની રાખવામાં આવી હતી અને તેને કારણે એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેથી સફાઈ કામદારોનું જૈન વિઝન તેમ જ ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ચાંદીની ગીની આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ સિવાય બે મહિલા પ્રતિભાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

જૈન વિઝનના ગરબા માણવા સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતા, નાગરિક બેંકના ચેરમેન નલીનભાઇ વસા,આજકાલના ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનો આનંદ માણ્યો હતો. રાજકોટની પ્રથમ ચાય વાલીનું બિરૂદ મેળવનાર રૂકસાના જૈન વિઝન સોનમ ગરબા ના એક ખાસ મહેમાન બન્યા હતા.   તેઓનું સન્માન કરવામાં આવેલ.

આ ઉપરાંત નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અલગ અલગ કેટેગરીમાં ૫ ગોલ્ડ મેડલ મેળવનાર દીપાબેન અને નીખિલભાઈ ગાંધીની પુત્રી શ્રેયા ગાંધીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ ગોવામાં યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં શ્રેયાએ બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ તકે મુખ્ય મહેમાન તરીકે સોનમ કલોકના માલિક જયેશભાઇ શાહ, દિપાબેન શાહ, વિશામણ સેલ્સના મિતુલભાઈ વશા, સ્ટાઇલ ફિકસના ભૂમિબેન લાઠીયા, મુકેશભાઈ લાઠીયા, મોર્ડન ગ્રુપના મુકેશભાઈ દોશી, ભાજપ અગ્રણી કાશમીરબેન નથવાણી, બકુલભાઈ નથવાણી, સિટી ન્યૂઝના નીતિનભાઈ નથવાણી, નિયતીબેન નથવાણી, અભિયાન ગ્રુપમાંના દેવન્દ્રભાઈ જાનીપ ફ્રીડમ ગ્રુપના ભાગ્યેશભાઈ વોરા, જૈન અગ્રણી ભરતભાઇ વખારીયા, જેડીસ આઈ કેરના જસ્મીન ધોળકિયા, શીતલબેન ધોળકિયા, ડો. તેજસ ચોકસી, ડો દીપ્તિબેન ચોકસી, સોના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ જીતુભાઇ મહેતા, નિલભાઈ મહેતા, બુલટવેરના એગ્રોના પ્રા.લી. વિજય વિશ્વકર્મા, રાજકોટ સિટી વુમનના પ્રફુલાબેન મહેતા, બિંદુબેન મહેતા, માતૃગ્રુપના હર્ષદભાઈ ભીમાણી, ખારા પરિવાર દામનીબેન કામદાર, હિતેશ મહેતા પરિવાર સહિતના ઉપસ્થિત રહેલ હતા.

ગઈકાલે કિડસ વેલડેસ પ્રિન્સેસ (૧) મોક્ષ સધવી-જયેશભાઈશાહ, મીતુલભાઈ વસા, (૨)ભવ્ય કામદાર- મીત લાઠીયા, કિડસ પ્રિન્સેસ (૧)આયુષી ગાંધી-રીટાબેનપાડલી,(૨) આયાકોઠારી- વંદનાબેનમહેત, કિડસ પ્રિન્સ(૧) શુભમશાહ-પવિણભાઈકોઠારી, (૨) ક્ષેણીકદેસાઈ- નીતીનમહેતા, (૩) દયેયશેઠ- દેવેનકોઠારી, કિડસ પ્રિન્સેસ (૧) કિષામહેતા- પફલલાબેનમહેતા,(૨) કિનામહેતા- નેહાબેન વોરા, (૩) કશવીજૈન- જયશ્રીબેનદોમડીયા, સીનીયર વેલડેસ પ્રિન્સ, (૧) મલયદોશી- બોબીભાઈદેસાઈ, (૨) ધવલમહેતા- સાગરગોસલીયા,વેલડેસ પ્રિન્સેસ (૧) ખુશી સંઘવી- ભુમિબેન લાઠીયા, (૨) મનાલી શાહ- મીનાબેન કોઠારી, પ્રિન્સ (૧) રક્ષિત વખારીયા-જયેશભાઈ શાહ, (૨) રવિગોડા- મીતુલભાઈ વસા, (૩) પ્રથમકોઠારી- કમલેશભાઈ લાઠીયા, (૪) રાજ અજમેરા-ડો તેજસ ચોકસી, પ્રિન્સેસ, (૧)પુજા વોરા- દીપાબેન શાહ, (૨) સુરભી સોમાણી- મીનુબેન દોશી, (૩) ખુશાલી સોમાણી- ડો દીપ્તિબેન ચોકસી, (૪) વિધ્ધી વોરા- ભાવિષાબેન લાઠીયા સહિતના  હસ્તે ઇનામો આપી નવજયા હતા.

(3:42 pm IST)