રાજકોટ
News of Thursday, 3rd October 2019

લાલ સાડી જોઇ ભુંડ ભડકયુ... દર્શન કરી ઘરે જતા મહિલાને પછાડી દેતા મોત

રૈયા રોડ પર બનાવઃ મહિલાના મૃત્યુથી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા.૩: શહેરમાં રઝડતા ઢોર ઢીકે ચઢાવતા હોયને માનવીના મોત નિપજતા હોવાની ઘટનાઓ ઘટે છે ત્યારે રૈયા રોડ પર દર્શન કરી ઘરે જઇ રહેલા મહિલાની લાલ સાડી જોઇ ભૂંડે ઢીક મારી પાછાડી દેતા પ્રૌઢાનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતા કંચનબેન નટુભાઇ શીંગાળા (ઉ.વ.૫૦) ગઇકાલે ઘર પાસે મંદીરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે કંચનબેને પહેરેલી લાલ સાડી જોઇ ભૂંડ અચાનક ભડકયુ હતુ. અને દોડીને કંચનબેનને ઢીકે ચડાવી પછાડી દેતા માથા તથા પીઠના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતકને મોત નિપજ્યુ હતુ. મૃતકને સંતાનમાં પાંચ પુત્ર છે આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ અજયસિંહ ચુડાસમાએ કાર્યવાહી કરી હતી.

(3:13 pm IST)