એસ.ટી. તંત્ર રાજ્યભરમાં 'જેમ' પોર્ટલ દ્વારા બસ-ઓફિસ માટે માલસામાન ખરીદશે
પેઢી-પાર્ટીઓને સમજ આપવા રાજકોટમાં ૫મીએ ખાસ શિબિર
રાજકોટ, તા. ૩ :. એસ.ટી. નિગમ દ્વારા નિગમની બસો માટે તથા ઓફિસ માટે જરૂરી માલસામાનની ખરીદી રાજ્ય સરકારની સૂચના અનુસાર જી.ઈ.એમ. (ગવર્મેન્ટ ઈ માર્કેટપેલેસ) પોર્ટલ દ્વારા જ કરવા નિર્ણય થયેલ હોય. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા જીઈએમ પોર્ટલ ઉપર પેઢીઓના રજીસ્ટ્રેશન માટેની સમજ આપવા માટે તા. ૫ ના ૩ કલાકે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, વિભાગીય ભંડાર, વિભાગીય યંત્રલાય ગોંડલ રોડ ખાતે ખાસ શિબિરનું આયોજન કરાયુ છે.
નિગમમાં વપરાશ થતી ઓટો, જનરલ, સ્ટેશનરી જેવી આઈટમો નિગમમાં સપ્લાય કરવા રસ ધરાવતી પેઢીઓને ઉપરોકત સમયે અને સ્થળે પધારવા અપીલ કરાઈ છે. તેમજી જીઈએમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવા માટેની વધુ માહીતી માટે મો. ૯૯૯૮૮ ૧૮૩૫૩ ઉપર સંપર્ક સાધવા એકત યાદીમાં વિનંતી કરાઈ છે.