રાજકોટ
News of Tuesday, 3rd September 2019

કૃત્રીમ રીતે આંખમાં પાપણ બેસાડોઃ બે મહિના કાયમી રહે

તદ્દન આધુનિક અને નવી ટેકનીક રજૂ કરતાં કોમલ વડોદરીયા

રાજકોટઃ તાજેતરમાં અહિંના અટલ બિહારી વાજપાયી હોલ ખાતે સ્ટાઈલ બ્યુટી એકસ્પો હેર એન્ડ બ્યુટી નેશનલ કોમ્પીટીશનનું બે દિવસીય આયોજન થયું હતું. આ બ્યુટી એકસ્યો- ૨૦૧૯માં કોમલ વાડોદરીયા દ્વારા સ્ટોલ રાખવામાં આવેલ. જેમાં તેઓએ આંખની પાપણોને કુદરતી રીતે વધારી અને મેકઅપનો અનોખો અંદાજ રજૂ કર્યો હતો. જેનો અનેક બહેનોએ લાભ લીધો હતો. આ આંખની પાપણ કૃત્રીમ રીતે બેસાડી અને વધારી શકાય છે. જે બે મહિના  સુધી કાયમી રહે છે. આ અંગે બહેનો વધુ માહિતી માટે નાનામૌવા રોડ ઉપર નહેરૂ નગરમાં આવેલ સેલીબ્રેશન બ્યુટી સલૂન ખાતે કોમલ વાડોદરીયાનો સંપર્ક કરી શકાય છે.

(3:41 pm IST)