રાજકોટ
News of Friday, 3rd July 2020

''સરાઝા'' રેસ્ટોરન્ટની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીઃ ૩૧ જુલાઇ સુધી ૧૦% ડિસ્કાઉન્ટ

અજય ચોપરાની પ્રશિક્ષિત કીચન ટીમ, ઉત્તમ મહેમાનગતી, શિસ્ત બધ્ધ સ્ટાફ, પ્રમોટરોની ટીમે રાજકોટવાસીઓને આપ્યું છે નવું નજરાણું : અવનવી વાનગીઓનો રસથાળ વારંવાર મુલાકાત લેવી પડે તેવોઃ વિશાળ બેંકવેટ હોલની પણ મોજુદગી

રાજકોટ તા. ૩: રાજકોટની સ્વાદપ્રિય જનતાનો અપ્રતિમ સ્નેહ અને સરાહના મેળવીને રાજકોટના હાર્દ સમાન કાલાવડ રોડ સ્થિત, દેશ-વિદેશમાં નામના પ્રાપ્ત શેફ અજય ચોપરાના માર્ગદર્શન સાથે શરૂ કરાયેલ 'સરાઝા' રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, કાફેટિરીયા અને બેકરીને એક વર્ષ પુરૃં થવા જઇ રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન સરાઝા ટીમ દ્વારા તેમના નૈતિકતાના ધોરણો જાળવી રાજકોટ અને સૌરાષ્ટ્રની ખાન-પાનની શોખી અને સ્વાદપ્રિય જનતાની ગુણવત્તાની અપેક્ષાઓને ફળીભુત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સરાઝાની નીતિ અનુસાર તેઓ ભોજન ફકત પિરસતા નથી પણ તેની રસભર ઉજવણી કરે છે. 'સરાઝા' તેમની વિશિષ્ટ શૈલી અને સુસંસ્કૃતતાની પરિભાષામાં દરેક પ્રકારે સફળ રહ્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

સરાઝા રેસ્ટોરન્ટને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે શેફ અજય ચોપરાની રસોઇ કળામાં પ્રશિક્ષીત કીચન ટીમ, ઉતમ મહેમાનગતી, શિસ્તબધ્ધ સ્ટાફ અને પ્રતિબધ્ધ પ્રમોટર ટીમની જહેમતને આભારી છે. પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમીતે સરાઝા દ્વારા તેના માનવંતા ગ્રાહકોને ૧ થી ૩૧ જુલાઇ ર૦ર૦ દરમિયાન, એક મહિના માટે ફુડ, ટેઇક અવે અને બેકરી આઇટમ ઉપર ૧૦%ની વિશેષ છૂટ આપવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને સરાઝા દ્વારા હોમ ડિલીવરીને પણ પ્રોત્સાહન અપાય રહ્યું છે.

કોવીડ-૧૯ મહામારીના સમયમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરાઝા દ્વારા સંપૂર્ણપણે સરકાર દ્વારા અપાયેલ માર્ગદર્શિકા અનુસારના નિર્દેશો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

સરાઝા રેસ્ટોરન્ટની સ્પેશ્યલ ડિશીઝમાં મેકસ કોરનેટો, લેન્ટીલ ગલાવત, પિઝા પ્રિમેરા, આચારી સોયા ચાપ, કડાહી પનીર કેસાડીયા, ચાવડી બજાર ક્રોકેટ, સિલોન વેજ કરી વિથ રાઇસ, કાશીપુર યલ્લો ચીલી પનીર ટીકકા, શાહિ પનીર ટેમ્પુરા, સેન્ડવીચ, બર્ગર, પાસ્તા વગેરે શામેલ છે. સરાઝા બેકરીમાં વિવિધ પ્રકારની બ્રેડ અને બેકરી પ્રોડકટસમાં, ફ્રેન્ચ બગેટ, ઇટાલીયન ફોકાસીયા, પેસ્ટીઝ અને કેક ઉપલબ્ધ છે તેમજ છુટક અને જથ્થાબંધ ઓર્ડર લેવામાં આવે છે. સરાઝામાં ખુલ્લી જગ્યામાં કાફેટિરીયા આવેલ છે. આ વિશાળ કાફેટિરીયામાં પરિવાર અને મિત્રો સાથે બેસીને ચા, કોફી અને અલ્પાહાર માણવાની ઉતમ સગવડ છે. તેમજ કાફેટિરીયા માટેનું અલાયદુ મેનુ પણ આપવામાં આવ્યું છે.

સરાઝાના વિશાળ બેંકવેટ હોલ ઇવેન્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ ટીમની આગેવાનીમાં ઉત્તમ સગવળતાઓ અને સુશોભન સાથે ૬૦૦થી વધુ લોકો માટે પાર્ટી, સેમિનાર અને વિવિધ પ્રસંગો માટે ઉપલબ્ધ છે પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારશ્રીના નિર્દેશને ધ્યાનમાં રાખતા પ૦ લોકો માટે જ વ્યવસ્થા રાખવામાં આવી છે. જયારે મેઝેનાઇન પાર્ટી એરીયામાં કોવીડ-૧૯ સિવાયના સમયમાં ૧૦૦ જેટલા અતિથીઓના સમાવેશની વ્યવસ્થા છે, કપલ અને ફેમિલી માટે પ્રાઇવેટ ડાઇનીંગ રૂમની સગવડતાઓ પણ ઉપલબ્ધ છે. સરાઝાની વિશાળ લોનમાં સ્પોર્ટસ માટે એસ્ટ્રો ટર્ફની વ્યવસ્થા છે જેમાં વોલીબોલ, હોકી, ફુટબોલ અને અન્ય સ્પોર્ટસ ઇવેન્ટ ગોઠવી શકાય તેમ છે. સરાઝાનું કીચન બધા લોકો જોઇ શકે તેવું પારદર્શીતાવાળુ છે, જેથી આવેલા મહેમાનો લાઇવ કુકીંગ જોઇ શકે છે. સરાઝાની ઘણી વિશેષ ડીશીઝ ગ્રાહકોના ટેબલ પાસે લાઇવ તેમની નઝરની સામે જ તૈયાર થાય છે, જે જોવાનો લહાવો રોમાંચક હોય છે. ટેબલ બુકીંગ અથવા વધારે વિગત માટે સરાઝાના નંબર +૯૧ ૭ર૭ર૮ ૭ર૭ર૭ ઉપર સંપર્ક કરાશે.

સરાઝાની પ્રમોટરની ટીમના કુશલ અનડકટ, શ્રીયુષ ગજેરા, શૈલેષ ગોટી, વિશ્વાસ માણેક, ધ્યેય ઠકકર, અમિત રાયઠઠ્ઠા, નીલ દોશી, હિતેશ વોરા, વિક્રમ સંઘાણી અને સંજય ધમસાણીયા રાજકોટની સ્વાદપ્રિય જનતાને આ પહેલી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવા હૃદયપૂર્વક આમંત્રીત કરે છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:16 pm IST)