રાજકોટ
News of Friday, 3rd July 2020

પૂ. રણછોડદાસજીનું જીવન દર્શન યુ-ટ્યુબ પર

રસિકભાઇ ખખ્ખરે ઇશરદાન ગઢવીના સ્વરમાં તૈયાર કરેલું ઓડિયો કેસેટ આલ્બમ ઘરબેઠા સાંભળો : ગુરૂપૂર્ણિમા નિમિત્તે પૂ. સદ્ગુરૂદેવના ભકતોને અણમોલ ભેટ : પૂ. ગુરૂદેવના બાળપણથી માંડીને મહાપ્રયાણ સુધીની ઘટનાઓ આવરી લેવાઇ

રાજકોટ : સાલ ૧૯૮૬ એટલે કે, આજથી ૩૪ વર્ષ પહેલા પૂ. ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુની સર્વ પ્રથમ ઓડિયો કેસેટ સ્ટુડીયો શિવ અને રસીક ખખ્ખર દ્વારા ઇશરદાન ગઢવીના સ્વરમાં પ્રદર્શીત થયેલ જેમાં પૂ. ગુરૂદેવનું સંપૂર્ણ જીવન દર્શન સુંદર રીતે વર્ણવેલ. આ કેસેટ શ્રી સદ્ગુરૂ સદન આશ્રમ, રાજકોટમાં ઉપલબ્ધ હતી અને ખૂબ જ પ્રસિદ્ધ થયેલ તેમજ ગુરૂદેવના ભકતો અને સેવકોમાં તેની ખૂબ જ માંગ હતી એટલે પૂ. ગુરૂદેવના ભકતો અને સેવકો માટે ખાસ ગુરૂપૂર્ણિમા નિમિતે, પૂ. ગુરૂદેવના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ ઓડિયો કેસેટ આલ્બમ શિવ સ્ટુડીયો દ્વારા હવે યુ-ટ્યુબ પર પ્રદર્શીત થયું છે.

- પૂ. ગુરૂદેવના જીવનના તો અગણિત પ્રસંગો, સત્કાર્યો અને ચમત્કાર છે તેમજ શ્રી ગુરૂદેવે પોતે પણ ઘણા કષ્ટ સહન કરી અને સમાજ માટે સત્કાર્યો કરેલા છે અને સમાજનું કલ્યાણ કરેલ છે. આ બધા પ્રસંગો પૂ. ગુરૂદેવના સેવકો અને ભકતોને જાણવા મળે અને યુ-ટ્યુબમાં સાંભળી શકે તેવા શુભ હેતુથી આ આલ્બમ યુ-ટ્યુબ પર અપલોડ થયેલ છે.

- પૂ. ગુરૂદેવના જીવનમાં પ્રસંગો જેમ કે,

(૧) તેમના બાળપણની વાત. (ર) વૈષ્ણવ સંદાયના સંતશ્રી બાલકૃષ્ણદાસજી ગુરૂશ્રી પતિતપાવનજીની વાત. (૩) 'રામારાવ'માંથી શ્રી ગુરૂદેવનું નામ થયું 'શ્રી રણછોડદાસજી મહારાજ'નો પ્રસંગ. (૪) પૂ. ગુરૂદેવની ઉંમરની વાત (પ) પૂ. જલારામ બાપાના હાથે શ્રી ગુરૂદેવે રોટી ખાધી હતી તે પ્રસંગ (૬) ગુરૂદેવ 'બનાદાસ' ના નામે ભજનો લખતા તે વાત. (૭) ગુરૂદેવ સાધુ ભોજન અને અન્નદાનની પ્રણાલી ચાલુ કરેલ તે પ્રસંગ. (૮) કામતગીરી પર્વત પર ગુરૂદેવ સાથે એક વાઘ પણ પરિક્રમા કરે છે તે પ્રસંગ. (૯) મહાબલી બજરંગબલી હનુમાનજીએ ગુરૂદેવને દર્શન આપ્યા અને હનુમાનજીના આદેશ અનુસાર તેમની દટાયેલી મૂર્તિ કાઢી અને પૂજા કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી તે પ્રસંગ (૧૦) પૂ. ગુરૂદેવનો રાજકોટ 'પૂ. ગુરૂદેવનો રાજકોટ 'વાઘજી આશ્રમ' અને 'સદ્ગુરૂ સદન આશ્રમ'માં નિવાસ તે પ્રસંગ.(૧૧) પૂ. ગુરૂદેવ અને મહાત્મા ગાંધીનો પ્રસંગ. (૧ર) પૂ. ગુરૂદેવ દ્વારા નેત્રયજ્ઞ અને આંખની હોસ્પિટલની શરૂઆત તે પ્રસંગ (૧૩) પૂ. ગુરૂદેવે કાષ્ટ મૌન કરેલ તેની વાત (૧૪) સુંદર માં અને વિરપુરના પૂ. ગીરધર બાપાનો પ્રસંગ (૧પ) ચિત્રકુટમાં 'શ્રી રણછોડદાસજી મહારાજ સદાવ્રત' અને 'પૂ. જલારામજી મહારાજ ધર્મશાળા'ની સ્થાપનાની વાત. (૧૬) પૂ. ગુરૂદેવે ઓરીસ્સા અને બિહારમાં દુકાળ સમયે અન્નદાન સદાવ્રત કરેલ તે પ્રસંગ. (૧૭) પૂ. ગુરૂદેવે આનંદીભાઇનું જીવન બચાવલ તે પ્રસંગ (૧૮) પૂ. ગુરૂદેવના પરમ ભકત જાદવજીભાઇ (જાદવ બાપા)ની વાત. (૧૯) પૂ. ગુરૂદેવ એ રાજકોટ આશ્રમમાં અખંડ રામધુન શરૂ કરેલ તેની વાત. (ર૦) પૂ. ગુરૂદેવની આ સંસારમાંથી વિદાયનો કરૂણ પ્રસંગ.

આમ પૂ. ગુરૂદેવના જીવનના આવા બધા જ પ્રસંગો યુ-ટયુબ પર સાંભળવા મળશે.

પ૦ મિનિટનો કાર્યક્રમ

રાજકોટ : શિવ સ્ટુડિયોના સંચાલક ભાવિનભાઇ ખખ્ખરે જણાવ્યું હતું કે, યુ-ટ્યુબ પર માત્ર પ૦ મિનિટમાં પૂ. રણછોડદાસબાપુના સમગ્ર જીવનની ઝલક માણી શકાય છે. શિવ સ્ટુડિયો ઢેબર રોડ પર સક્રિય છે. વિવિધ મ્યુઝિકના આલ્બમ અવાર નવાર રીલીઝ કરે છે. આ અંગે વધારે માહિતી માટે મો. ૯૮રપર ૯૯૮૯૯ નંબર પર સંપર્ક થઇ શકે છે.

(3:12 pm IST)