News of Wednesday, 3rd June 2020
લલ્લુડી વોંકળીમાં પુરની સ્થિતી સામે સુરક્ષા માટે સ્થળ નિરિક્ષણ કરતા ઉદિત અગ્રવાલ
કોઠારિયા રોડ, નંદાહોલ, ત્રિશુલ ચોક, સિંદૂરિયા ખાણ વેગેર વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા દુર કરવા પ્રયાસો
રાજકોટઃકમિશનર શ્રી ઉદિત અગ્રવાલે આજે લલુડી વોકળી, શેઠ હાઇસ્કુલ પાછળનો વોકળો, લલુડી મેઈન રોડ પર ખોડિયાર ચોક, કોઠારિયા મેઈન રોડ પર નંદા હોલ પાસેનો વોકળો અને ચોક, ઘનશ્યામ નગર પાસે સિંદૂરિયા ખાણ પાસેનો વિસ્તાર, સહકાર મેઈન રોડ પર ત્રિશુલ ચોક, આહીર ચોક તથા નેશનલ હાઇવે પર કોઠારિયા ચોકડી ખાતેની મુલાકાત લીધી હતી. આ તમામ વોકળામા ચોમાસા દરમ્યાન પાણી નો સતત વ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા તેમજ ઉપરોકત વિસ્તારોમાં જયા ભારે વરસાદને કારણે પાણી ભરાવાની ફરિયાદ રહે છે ત્યાં ડી વોટરિંગ પમ્પ તૈયાર રાખવા અને ભરાયેલ પાણીનો સત્વરે નિકાલ થાય તે અંગેની આવશ્યક કામગીરી માટે કમિશનરશ્રીએ સૂચના આપી હતી. તે વખતની તસ્વીર.
(4:07 pm IST)