રાજકોટ
News of Wednesday, 3rd June 2020

હવે વોલ્વો બસ ચાલુ કરો

ફલાઇટ-ટ્રેન-સેવા ખાનગી ટ્રાવેલ્સ બંધ છેઃ વોલ્વોમાં એસી કોચનો લાભ મળી શકે છે : રાજકોટ એસટી સમક્ષ અનેક મુસાફરોની ફરિયાદઃ આકરા નિયમથી હેરાન થવુ પડે છે..

રાજકોટ,તા.૩: શહેર સમગ્ર સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાય છે. અહીંથી વડોદરા, સુરત મુંબઇ અને દિલ્હી જવા માટે ઉનાળુ વેકેશન દરમ્યાન દર વર્ષે મુસાફરોનો ઘસારો વધારે રહે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સતત બે મહિના લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ રહ્યા છે. ત્યારે પરિવહનની સેવા મયાદિત રીતે શરૂ થઇ હોવાથી લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.આ સંજોગોમાં એસ.ટી. તંત્ર દ્વારા જ પરિવહન સેવા ચાલુ હોવાથી લોકો એકસપ્રેસમાં મુસાફરી ઉનાળાના આકારા તાપમાં હેરાન થવું પડે છે.આજે આ બાબતે અનેક મુસાફરોએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાંથી જુદા-જુદા જિલ્લાઓમાં જવા માટે એસટી બસનું પરિવહન ચાલુ થયું છે. તેમજ તેનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હોવાથી અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં એસ.ટી.ની બસો દોડતી થઇ છે. ત્યારે હવે વહેલાસર એસટી તંત્રે વોલ્વો બસ શરૂ કરવી જોઇએ. જેથી લાંબા અંતરના સ્લીપર કોચ અને એસી કોચનો લાચ મુસાફરોને મળી શકે. લોકડાઉન બાદ ખાનગી ટ્રાવેલ્સની બસો પણ બંધ છે. ત્યારે તંત્રની એક માત્ર વોલ્વો બસ જ ઉપયોગ આવી શકે તેમ હોવાથી આ અંગે  સરકારે વ્હેલો નિર્ણય લેવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.

(4:00 pm IST)