રાજકોટ
News of Wednesday, 3rd June 2020

ડાન્સ કલાસીસ શરૂ કરવાની પરવાનગી આપો :સંચાલકોનું કલેકટરને આવેદન

રાજકોટ : ડાન્સ-કલાક્ષેત્રે સંકળાયેલા ધંધાર્થીઓએ કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે, રાજકોટ ડાન્સ એસોસીએશન નામથી ચાલતા સંગઠન સાથે સંકળાયેલા હોય, અમારા એસોસીએશનની સાથે સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા ડાન્સરો પોત પોતાનું ઘરનું ગુજરાન ડાન્સ કલાસીસથી ચલાવી રહ્યા છે. ઉપરોકત કોરોનાની મહામારીનાલીધે છેલ્લા ૩ માસથી અમારા ઘરનુભરણપોષણ  ચલાવવું અશકય થઇ ગયેલ હોય, અમને ડાન્સ કલાસીસ શરૂ કરવાની પરવાનગી આપો તેવી વિનંતી છે. અમે ડાન્સ કલાસીસના સંચાલકો સરકારના નિયમો જેમ કે, સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, સેનીટાઇઝર વગેરે નિયમો જળવાશે તેમ પ્રમુખ રૂપેશ ત્રીવેદી, હાર્દિક પરમાર અને અન્યોએ ઉમેર્યું હતું.

(3:54 pm IST)