રાજકોટ
News of Wednesday, 3rd June 2020

ઘરથાળ યોજનામાં ખોટા દસ્તાવેજો-માહિતી રજુ કરી ગેરરીતી અંગે વિકાસ અધિકારીને ફરીયાદ

રાજકોટ તા. ૩: માલીયાસણ મુકામે ઘરથાળ યોજનામાં ખોટા દસ્તાવેજો ખોટી માહીતી રજુ કરી અને ગેરકાયદેસર પ્લોટની ફાળવણી કરી ગેરરીતી કરવા અંગેનું કૌભાંડ સબબ તાલુકા વિકાસ અધીકારી સમક્ષ ફરીયાદ કરવામાં આવેલ છે.

આ ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી મનુભાઇ કેશાભાઇ સોલંકીએ સામાવાળા જયારેબન રામજીભાઇ ચાવડા તથા રવજીભાઇ રામજીભાઇ ચાવડા વિરૂધ્ધ તાલુકા વિકાસ અધિકારી રાજકોટ તથા જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધીકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી વગેરેને લેખીત ફરીયાદ આપી માલીયાસણના ઘરથાળ યોજના સબબ એક કૌભાંડ થયેલ તેની હકીકત ધ્યાનમાં આવતા ફરીયાદ કરેલ છે.

ફરીયાદમાં જણાવવામાં આવેલ છે કે, માલીયાસણ ઘરથાળ યોજનાનાં પ્લોટ નં. ૧પ અને ૧૬ જે જે રામજીભાઇ નાથાભાઇ ચાવડાને ફાળવવામાં આવેલ છે. જે તા. ૧૭/૬/ર૦૧૪ના રોજ ફાળવવામાં આવેલ છે અને સદરહું પ્લોટ ફાળવતા સમયે રામજીભાઇ નાથાભાઇ ચાવડા અને તેમના ધર્મપત્નિ જયાબેન રામજીભાઇ ચાવડા અને પુત્ર રવજીભાઇ રામજીભાઇ ચાવડા દ્વારા ગંભીર ગેરરીતી આચરવામાં આવેલ અને તેમાં ખોટા ઉભા કરેલા દસ્તાવેજો, ખોટા ઓળખના કાર્ડ તેમજ સોગંદ ઉપર ખોટી બાબતો જાહેર કરેલ છે અને પોતાની પાસે અન્ય કોઇ મીલ્કત નહીં હોવાનું જણાવેલ છે. ખરેખર સ્વ. રામજીભાઇ નાથાભાઇ ચાવડા તેઓ પાસે અન્ય કોઇ મીલ્કત નહીં હોવાનું જણાવેલ છે. ખરેખર સ્વ. રામજીભાઇ નાથાભાઇ ચાવડા તેઓ પાસે રાજકોટ મુકામે ગાંધી વસાહત સોસાયટીમાં પોતાની માલીકીના રહેણાકના મકાન આવેલ છે તેમજ પોતાની ખેતીની જમીન જે જમીન અમો ફરીયાદીને વેચાણ કરેલ અને તેમાં ફરીને કૌભાંડ કરવાનો પ્રયત્ન કરેલ જે સબબે ફરીયાદ તથા દિવાની દાવા ચાલુ છે. જે જમીન પણ ધરાવતા અને તે સિવાય પણ અન્ય પ્લોટ ધરાવતા હોવાનું સત્ય હકીકત છુપાવી અને સરકારશ્રી દ્વારા ઘર વિહોણા લોકોને યોગ્ય ઘરની સગવડતા મળી રહે તેવા ઉમદા હેતુની વિરૂધ્ધ જઇ અને ગેરકાયદેઢસર બાબતો જણાવી આ કામના સામાવાળાઓએ પ્લોટ મેળવેલ છે તેટલું જ નહીં પરંતુ તેના ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ મુજબ લોન પણ મેળવેલ છે. તેનો પણ ગેરલાભ લીધેલ છે.

આ કામમાં માલીયાસણના પ્લોટ નં. ૧પ અને ૧૬ ઉપર ગંભીર ગેરરીતી થયેલ હોય, ખોટા ઓળખના કાર્ડ, ખોટા દસ્તાવેજો રજુ કરેલ હોય તેટલું જ નહીં પરંતુ માલીયાસણ ન રહેતા હોવા છતાં ત્યાંના ઓળખના કાર્ડ ઉભા કરેલ છે અને આ કામના સામાવાળા તેમજ સ્વ. રામજીભાઇ નાથાભાઇ વરસોથી રાજકોટ મુકામે રહે છે જેની મતદાર યાદીમાં પણ રાજકોટના સરનામા જોવા મળે છે. તેમજ વર્ષ ર૦૦૭ થી જુદા જુદા દિવાની દાવા તથા ફરીયાદો જે અમો ફરીયાદી સાથે ચાલતી હોય તેમાં સોગંદનામા રજુ કરેલ છે, ફરીયાદો રજુ કરેલ છે તેમાં પણ પોતે ગાંધીવસાહત સોસાયટી, મોરબી રોડ, રાજકોટ રહેતા હોય તેવા સરનામા દર્શાવેલ છે. તેમજ પોલીસ સમક્ષ નિવેદનમાં પણ પોતે રાજકોટ રહેતા હોવાનું જાહેર કરેલ છે. તેટલું જ નહીં પરંતુ સામાવાળા નં. ર રાજકોટ મુકામે જન્મ થયેલ હોય જેનું સાચું નામ રવજી રામજી નાથા છે પરંતુ તેઓએ પોતાના નામ રવિ રામજી તથા રવજી રામજીના નામે પણ દસ્તાવેજો ઉભા કરેલ છે. એટલે કે સરકારશ્રી સાથે છેતરપીંડી કરવા ટેવાયેલા છે. આમ આવા ખોટા કૌભાંડો કરી ગેરરીતી કરી ખોટા માણસો તેનો લાભ લેતા હોય તે અંગે આ ઉતમ દાખલો છે. જેથી આવા કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યકિતઓ વિરૂધ્ધ આકરા પગલા ભરવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરી મેળવેલ જમીન પરત મેળવવા અને સાચા લોકોને તેનો લાભ મળે તેવા પગલા ભરવા ફરીયાદી મનુભાઇ કેશાભાઇ સોલંકીએ માંગણી કરેલ છે.

(2:48 pm IST)