રાજકોટ
News of Wednesday, 3rd June 2020

કોરોના કાળ દરમિયાન પં. દિનદયાળ ઉપાધ્યાય એકાત્મ ફાઉન્ડેશન દ્વારા અવિરત સેવા કાર્યો : લોકો અને તંત્રની વચ્ચે કડીરૂપ બન્યા રાજુ ધ્રુવ

તસ્વીર માં રાજુભાઇ ધ્રુવ, રાજકોટ ના પૂર્વ કલેકટર અને ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા ,જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન,એડિશનલ કલેકટર શ્રી પરિમલભાઈ પંડયા,સિવિલ સર્જન શ્રી મનીષભાઈ મહેતા,હિન્દી સમાજ ના અગ્રણી સુરેન્દ્ર ગુપ્તા, પ્રેમભાઈ અગ્રવાલ,રાજેન્દ્ર શર્મા વિગેરે નજરે પડે છે

રાજકોટ તા. ૩ : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી લઈ આજ દિન સુધી ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવ લોકો તથા તંત્રની વચ્ચે કડીરૂપ બની જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાનો પ્રયત્ન કરતા રહ્યા છે.

લોકડાઉન દરમિયાન શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલા આનંદી આશ્રમ દ્વારા દરરોજ હજારો શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આનંદી આશ્રમના મહંત શ્રી મસ્તરામબાપુના સહયોગ સાથે શ્રમજીવીઓને ઉપયોગી થવાનો પ્રયત્ન  કર્યો હતો. શ્રમજીવીઓને સૌરાષ્ટ્રમાં પોતાના કામકાજ ના સ્થળે રોકાઈ જવા વિનંતી સાથે સતત સમજાવ્યા હતા.

ઉપરાંત ત્રંબામાં રહેતા શ્રમિકો-શ્રમજીવીઓને સમજાવી રોકવા ભોજન માટેની પણ વ્યવસ્થા કરી હતી. ઉપરાંત ત્યાં ચાલતા શામલાબાપા મોહનધામ અન્નક્ષેત્રની મદદથી પરપ્રાંતિય શ્રમજીવીઓને ઉપયોગી થયા હતા.

મનોદિવ્યાંગ બાળકો માટે પણ એમણે આ સમય દરમિયાન કરૂણા દર્શાવી કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને રજુઆત કરી ખાદ્યસામગ્રીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી હતી અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી.

ત્યારબાદ આજી વસાહતમાં આવેલ એકરંગ આશ્રમની મુલાકાત લઈ ત્યા રહેતી મનોદિવ્યાંગ બહેનોના ખબરઅંતર પૂછીને આશ્રમમાં જિલ્લા વહીવટી સમક્ષ રજૂઆત કરી તંત્ર સાથે રહી લોકડાઉન દરમિયાન સહાય પહોંચાડી હતી.

આમ, સમગ્ર લોકડાઉન દરમિયાન રાજુભાઈ ધ્રુવ દ્વારા પં.દીનદયાળ ઉપાધ્યાય એકાત્મ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ સતત ચાલુ રહી હતી અને જયાં સુધી કોરોના સંક્રમણ ને કારણે જરૂરિયાત મંદો ને જરૂર જણાયેઙ્ગ ઉપયોગી થઇ રહ્યાઙ્ગ છે.

દેશ-રાજયમાં આવેલા અચાનક સંકટથીઙ્ગ શ્રમિકો -શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને વતન જવા માટે તેમની વ્યાકુળતા વધી હતી તેમના પ્રશ્નો સમસ્યાઓ ના નિરાકરણ માટે અને તેમને ઉપયોગી થઇ શકાય તે માંટે રાજુભાઈ ધ્રુવે અવારનવાર વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી,એના માટે હિન્દી સમાજના અગ્રણીઓ સુરેન્દ્રભાઈ ગુપ્તા, પ્રેમભાઇ અગ્રવાલ,રાજેન્દ્રભાઈઙ્ગ શર્મા વગેરેએ રાજુભાઈ ધ્રુવનુ ધ્યાન દોર્યુ હતુ. ત્યારે હિન્દી સમાજનાં અગ્રણીઓની વાતને ગંભીરતાથી લઈ તેમની સાથે રહી રાજુભાઈ ધ્રુવ દ્વારા તુરંત જ રાજકોટ કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને પણ શ્રમિકો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી અને જયાં જરુર પડે ત્યાં રાજુભાઈ ધ્રુવ અને સાથીઓ દ્વારાઙ્ગ તંત્ર ને જરૂર જણાયે સક્રિય સહયોગ આપવા ની ખાતરી આપવામાં આવી હતી. લોકડાઉનમાં જયારે નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે થી શ્રમિકો પોતાના વતન પગપાળા જતા હતા ત્યારે પત્રકારો દ્વારા પણ રાજુભાઈ ધ્રુવનુ ધ્યાન દોરવામા આવ્યુ અને તેમણે શ્રમિકોને મુશ્કેલી ન પડે તે માટે તુરંત જ રાજકોટ કલેકટરશ્રીને રજૂઆત કરી પરપ્રાંતિય શ્રમજીવીઓ- લોકો માટે તાબડતોબ જરૂરી વ્યવસ્થા ઉભી કરાવી હતી અને પોતે બેડી અને ગૌરીદડ માલિયાસણ ખાતે તેમને રોજગાર ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા આયોજિત કરેલ હતી.

આ ઉપરાંત લોકડાઉનને કારણે વિશાખાપટનમ, મુંબઇ, હરિદ્વાર જેવા અન્ય શહેરોમાં ફસાયેલા લોકોને રાજકોટ પરત આવવા માટે પ્રવેશ પરવાનગીઓ મેળવવા જિલ્લા વહીવટી તંત્રની સમક્ષ રજુઆત કરી જરૂરિયાતમંદ લોકો માટે સતત સક્રિય રહી તેમની ચિંતા દૂર કરી ઉપયોગી બન્યા હતા.

આ રીતે કાયદા ની મર્યાદામા રહીને જયારે પણ જરૂરી લાગ્યું ત્યારે વિવિધ સમાજના લોકો અને સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆતો અને તેમના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટર તંત્ર સાથે રાજુભાઈ ધ્રુવે સંકલન કર્યું હતું. જેમા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, એડિશનલ કલેકટર પરિમલભાઈ પંડયાનો પણ પૂરતો સહયોગ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  લોકડાઉનમાં દરમિયાન સમાજના વિવિધ વર્ગનાં લોકોએ રાજુભાઈ ધ્રુવ તરફથી મળેલી સહયોગ- સહકાર બદલ તેમની, જિલ્લા વહીવટી તંત્રને અને રાજય સરકારની સરાહના કરેલ હતી.

(2:45 pm IST)