રાજકોટ
News of Wednesday, 3rd June 2020

રાજકોટના ર લાખ ૮૯ હજાર કાર્ડ હોલ્ડરો સહિત રાજયના ૩.૩૬ કરોડ ગરીબ પરિવારોને ૧પ જૂનથી અનાજ વિતરણ

ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ અપાશે : વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ વ્યકિતદીઠ ૩ાા કિલો ઘઉં-૧ાા કિલો ચોખા અને ૧ કિલો ચણા મળશે

રાજકોટ, તા. ૩ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૩ કરોડ ૩૬ લાખ ગરીબ-અંત્યોદય પરિવારો માટે મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. NFSA હેઠળ સમાવિષ્ટ થયેલા ૬૮.૭૧ લાખ રેશન કાર્ડધારકોને સતત ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે. જેની શરૂઆત ૧પમી જૂનથી સમગ્ર રાજયમાં કરવામાં આવશે. રાજકોટમાં ૧પમી જૂનથી ર લાખ ૮૯ હજાર કાર્ડ હોલ્ડરોને આ જથ્થાનો લાભ મળશે. વિતરણ પણ કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ થશે.

આ યોજના અંતર્ગત ઘઉ, ચોખા, ખાંડ અને મીઠાનું ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ શરૂ થશે. તો સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે પણ જૂન મહિનામાં વ્યકિતદીઠ ૩.પ૦ કિલો ઘઉં, ૧.પ૦ કિલો ચોખા અને પરિવારદીઠ ૧ કિલો ચણા વિનામૂલ્યે અપાશે.

આ અગાઉ એપ્રિલ મહિનામાં લોકડાઉનની સ્થિતિ દરમ્યાન NFSA૬૮ લાખ પરિવારોને રૂ. ૮૦ર કરોડની બજાર કિંમતનું ૩૬.૧૮ કિવન્ટલ અનાજ તથા મે મહિનામાં ૩૬.૧૮ લાખ કિવન્ટલ અનાજનું વિતરણ રાજય સરકારે કર્યું છે. હવે સતત ત્રીજીવાર જૂન મહિના માટે પણ આવું વિનામૂલ્યે અનાજ વિતરણ ૬૮ લાખથી વધુ NFSA પરિવારોને તા. ૧પમી જૂનથી કરવાની સંવેદના મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી છે. અંદાજે ૩૬.૮૭ લાખ કિવન્ટલ અનાજ રાજય સરકાર અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિતરણ કરાશે.

(11:41 am IST)