રાજકોટ
News of Monday, 3rd June 2019

સેન્ટોસા બ્રાન્ડ ખાખરા દ્વારા સોનાના સીકકાનો ચતુર્થ ડ્રો

રાજકોટ : નહી નફો નહીં નુકશાનના ધોરણે ખાસ બહેનોને રોજી રોટી મળે રહે તેવા આશય સાથે ૧૨ ફલેવરમાં ખાખરાનું નિર્માણ કરતા સેન્ટોસા બ્રાન્ડ પ્રિમિયમ ગોળ ખાખરાનો સોનાના સિકકાનો ચતુર્થ ડ્રો તાજેતરમાં યોજાયો હતો. પ્રારંભે કંપનીના અશ્વિનભાઇ પટેલ અને શ્રીમતી ગીતાબેન પટેલના હસ્તે દીપ્રાગટય કરવામાં આવેલ. બાદમાં સફળ બીઝનેશમેન મૌલેશભાઇ ઉકાણીના હસ્તે ડ્રો કરી પરીણામો જાહેર કરાતા પ્રથમ વિજેતા નં. ૮૮૩૧૦, દ્વીતીય વિજેતા નં. ૮૫૭૬૧ જાહેર થયા હતા. વિજેતાઓએ ઓરીજનલ કુપન સાથે સેન્ટોસા ગ્લોબલ ફુડ પ્રા.લી. કાર્યાલય, ગરેડીયા કુવા રોડ (મો.૯૦૯૯૮ ૯૦૦૦૦) ખાતે સંપર્ક કરવા વરૂણભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)