રાજકોટ
News of Monday, 3rd June 2019

પમીથી શાસ્ત્રીમેદાન ખાતે રાજપુત ક્ષત્રીય-કાઠી ક્ષત્રીય સમાજની ૪ર ટીમો વચ્‍ચે જામશે ખરાખરીનો જંગ

રોયલ રાજપુતાના ગૃપ આયોજીત સ્‍વ.મહિપતસિંહજી એમ.જાડેજા (ઘંટેશ્વર) ઓપન ગુજરાત ક્ષત્રીય સમાજ રાત્રીપ્રકાશ ટુર્નામેન્‍ટનું સતત બીજા વર્ષે યુવા અગ્રણી ખોડુભા જાડેજા (ઘંટેશ્વર)ના માર્ગદર્શન હેઠળ આયોજન : ટીપીએલ ઉપરથી તા.પ થી ૧૭ દરમિયાન સાંજના ૬ થી યોજાનાર મેચોનું લાઇવ પ્રસારણઃ ૧ર ઓવરની મેચો નોકઆઉટ પધ્‍ધતીથી રમાશેઃ વિજેતા અને રનર્સ અપ ટીમોને સ્‍પોન્‍સર ખોડુભા જાડેજા દ્વારા આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર થશે એનાયત

ક્ષત્રીય રાજપુત અને કાઠી સમાજના યુવાનો માટે તા.પ મીથી યોજાઇ રહેલી ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટની માહીતી આપતા રોયલ રાજપુતાના ગૃપના સભ્‍યો તસ્‍વીરમાં નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩:  શહેર મધ્‍યે આવેલા શાસ્ત્રીમેદાન ખાતે તા.પ મીથી ૧૭ મી જુન સુધી રાજપુત ક્ષત્રીય સમાજ અને કાઠી ક્ષત્રીય સમાજની ૪ર ટીમો વચ્‍ચે ખરાખરીનો જંગ જામશે. રોયલ રાજપુતાના ગૃપ દ્વારા સ્‍વ.મહિપતસિંહજી એમ.જાડેજા (ઘંટેશ્વર) ઓપન ગુજરાત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ક્ષત્રીય સમાજ માટે સતત બીજા વર્ષે આયોજન થયું છે. આ વર્ષે આ ટુર્નામેન્‍ટમાં કાઠી ક્ષત્રીય સમાજના યુવાનો પણ ઉત્‍સાહભેર ભાગ લઇ રહયા છે. મુખ્‍ય સ્‍પોન્‍સર અને યુવા અગ્રણી ખોડુભા મહિપતસિંહજી જાડેજા (ઘંટેશ્વર) ના નેજા તળે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહયો છે.

નોક આઉટ પધ્‍ધતીથી યોજાઇ રહેલી આ ટુર્નામેન્‍ટના દરેક મેચ ૧ર ઓવરના રહેશે. છગ્‍ગા-ચોગ્‍ગાની રમઝટ માણવાનો રમતપ્રેમીઓ માટે ઉનાળાની રાત્રે મોકો છે.  દરરોજ સાંજે ૬ વાગ્‍યાથી મોડી રાત સુધી જુદા જુદા શહેરો, તાલુકા અને ગામડાની ક્ષત્રીય યુવા ટીમો વચ્‍ચે ચેમ્‍પીયનશીપ મેળવવા ટક્કર થશે. જાણીતા મેચ રેફરી અને પેનલ અમ્‍પાયરોની સેવા આ ટુર્નામેન્‍ટમાં લેવાઇ રહશી છે. ચેમ્‍પીયન અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર એનાયત થશે. આ ઉપરાંત મેન ઓફ ધી મેચ, બેસ્‍ટ બોલર, બેસ્‍ટ ફિલ્‍ડર, બેસ્‍ટ બેટસમેન, મેન ઓફ ધી સીરીઝ માટે પણ ઇનામોની વણઝાર આયોજકો દ્વારા રાખવામાં આવી છે.

મુખ્‍ય સ્‍પોન્‍સર ખોડુભા જાડેજાના નેજાતળે રોયલ રાજપુતાના ગૃપના અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, કુમારસિંહ રાણા, દિલીપસિંહ રાઠોડ, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજવીરસિંહ વાળા, પ્રતિકસિંહ રાઠોડ, કૃષ્‍ણસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, રાજેન્‍દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, પૃથ્‍વીરાજભાઇ માંજરીયા, અનુભાઇ ધાંધલ, વિશુભાઇ વાળા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:42 pm IST)