રાજકોટ
News of Monday, 3rd May 2021

રાજકોટમાં યુવાધનનો વેકસીનેશન માટે જબ્બર પ્રતિસાદઃ ૫ મે સુધી તમામ સ્લોટ ફુલ

શનીવારે ૭પ૦૦ રવિવારે ૪૮૦૬ તથા આજે બપોર સુધીમાં ૩પ૪૮ સહીત કુલ ૧પ,૮પ૪ યુવાનોએ પ્રથમ ડોઝ લીધો

રાજકોટ, તા. ૩ : કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે યુવાનોમાં વેકિસન મુદ્દે જાગૃતિના લીધે રજિસ્ટ્રેશન વધ્યું હોવાથી મોટાભાગના વેકિસન સેન્ટરો ઉપર તા.૫ મે સુધીના તમામ સ્લોટ ફૂલ થઈ ગયા છે. જયારે ૬ અને ૭ તારીખ માં ૧૦ થી વધુ સેન્ટરોમાં પણ રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયું છે. એટલે હવે કોઇને વેકિસન માટે નવા રજિસ્ટ્રેશનમાં સ્લોટ માટે ત્રણથી ચાર દિવસની રાહ જોવી પડશે. છેલ્લા ૩ દિવસમાં અંદાજીત  ૧૬ હજાર યુવાનોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

મ.ન.પા. દ્વારા રસીકરણ ઝુબેશ અંતર્ગત શહેરમાં ૪૫ જેટલા વેક્નીનેશન સેન્ટર શરૂ કરાયા છે અને ૧મેએ ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોએ કોવિડ વેકસીન માટે ઓનલાઈન એપાઈન્ટમેન્ટ લીધી હતી. જેમાં શનિવારે ૭પ૦૦, રવિવારે ૪૮૦૬ તથા આજ બપોર સુધીમાં ૩પ૪૮ યુવાનોને કોવીડની રસી આપવામાં આવી હતી.

શહેરમાં કોરોના વોરીયર્સ, સિનીયર સીટીઝન સહીત કુલ આજે બપોર સુધી ૩૦ર૯ વ્યકિતને કોવીડ વેકસીન આપવામાં આવી હતી.

(4:09 pm IST)