રાજકોટ
News of Monday, 3rd May 2021

સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફાયરસેફટીનું ચેકીંગ કરતાં મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટ : શહેરમાં ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જનરલ દર્દીઓની અને કોવીડ-૧૯ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તા. ૦૩-૦પ-ર૦ર૧ ના રોજ મ્યુનિ. કમિશનરશ્રી ઉદ્તિ અગ્રવાલે સ્ટર્લિંગ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જયાં કુલ ર૦૮ બેડની હોસ્પિટલ છે જેમાંથી ૯૮ બેડમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. તેમજ બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રીએ આઇ.સી.યુ. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇમરજન્સીમાં બહારનો રસ્તો, ફાયર સેફટી વિગેરેની ચકાસણી કરી હતી. તે વખતની તસ્વીર.

(3:38 pm IST)