રાજકોટ
News of Monday, 3rd May 2021

સામાન્ય દવા લેવા જતા ડોકટરે કવોરન્ટાઇન્ કરી દેતા માઠુ લાગતા જેલમાં બે કદી કાચના ટુકડા ખાઇ ગયા

રાજકોટ જેલમાં બનાવઃ નારકોટિકસના ગુનાનો કેદી ઇમરાન ઉર્ફે માઇકલ અને મોરબીમાં હત્યાના ગુનાનો કેદી કિશનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ, તા.૩: મધ્યસ્થ જેલમાં સામાન્ય દવા લેવા જતા જેલના ડોકટરે કવોરન્ટાઇન કરી દેતા માઠુ લાગતા બે કેદી કાચના ટુકડા ખાઇ લેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટીમાંથી ભકિતનગર પોલીસ મથકમાં પકડાયેલા ગાંજાના કેસમાં એક વર્ષથી જેલમાં રહેલા ઇમરાન ઉર્ફે માઇકલ અનવરભાઇ પઠાણ (ઉ.વ.૩૯) (રહે.રૂખડીયાપરા) અને મેટોડા થયેલી હત્યાના ગુનામાં જેલામાં રહેલા જયકિશન સુરેશભાઇ વાંજા (ઉ.વ.૨૬) (રહે.વાજડી) જેલમાં સામાન્ય દર્દની દવા લેવા માટે જેલમાં ડોકટર પાસે જતા તેણે બંનેને કોરોના ન હોવા છતાં કોરોનાની બેરેકમાં કવોરોન્ટાઇન કરી દેતા માઠુ લાગી આવતા બંનેએ કાચના ટુકડા કરી પાણીમાં નાખી પી ગયા હતા. જેલના કર્મચારીઓને ખબર પડતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇમરાન ઉર્ફે માઇકલ કોઠારિયા રોડ માસ્તર સોસાયટીમાં પકડાયેલા ગાંજાના કેસમાં તે છેલ્લા એક  વર્ષથી જેલમાં છે અને મેટોડા જી.આઇ.ડી.સીમાં હત્યાના ગુનામાં બે વર્ષથી જેલમાં સજા ભોગવી રહયો છે. આ બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ હરેશભાઇ રત્નોતર તથા રાઇટર માયાબેન સાટોડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:37 pm IST)