રાજકોટ
News of Monday, 3rd May 2021

માર્કેટયાર્ડમાં શાકભાજીના ઢગલા : રેકર્ડ બ્રેક આવકઃ યાર્ડમાં સસ્તુ પણ રીટેલમાં લૂટફાટ

કોર્પોરેશન તથા તોલમાપ ખાતુ તાકીદે પગલા ભરે

રાજકોટ, તા. ૩ :  રાજકોટ માર્કેટયાર્ડમાં શનિવારે માંડ પ૦ ટકા શાકભાજી આવ્યું હતું, ખેડૂતો આવ્યા ન હતા, પરંતુ આજે તો યાર્ડમાં ઢગલા થઇ ગયા છે, રેકર્ડબ્રેક આવક થતા અને તમામ શાકભાજી આવતા કિવન્ટલ-જથ્થાબંધનો ભાવ પણ પ૦ ટકા થઇ ગયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

જો, કે યાર્ડના સાધનોએ જણાવેલ કે શાકભાજી યાર્ડમાં સાવ સસ્તુ છે, પરંતુ શહેરમાં લારી-રેકડી ઉપર રીટેલમાં વેચતા શાકભાજીવાળા અને શાકમાર્કેટમાં બેસતા ધંધાર્થીઓ દરેક શાકના ભાવ બેફામ પડાવી ખુલ્લેઆમ લુટફાટ ચલાવી રહ્યા છે.

આ બાબતે કોર્પોરેશન તંત્રે અને તોલમાપ ખાતાએ ચેકીંગ કરી પગલા લેવા જરૂરી બન્યા છે.

(3:34 pm IST)