રાજકોટ
News of Monday, 3rd May 2021

ફેડરેશન મોઢ વણિક સમાજ દ્વારા જ્ઞાતિજનોને કોવિડ સહાય અપાશે

રાજકોટ : ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા દેશભરમાં વસતા કોઇપણ મોઢ વણિકને કોરોના સામેની મુશ્કેલીમાં સહાય મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવા ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ અરૂણભાઇ મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા, ટ્રસ્ટી વિનોદભાઇ અંબાણી દ્વારા નિર્ણય લેવાયો હતો. આ માટે વૈશ્વિક મોઢ પરિવારના તંત્રી મુકેશભાઇ પરિખ મો.૯૩૨૦૧ ૦૩૮૨૧ વોટસએપ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ હતુ. તેમજ અન્ય કોઇ માહીતી માટે દિવ્યકાન્તભાઇ વોરા મો.૮૯૯૯૫ ૪૧૩૨૫, હિતેશભાઇ દોશી મો.૯૦૨૨૦ ૩૮૫૬૨ નો પણ સંપર્ક કરી શકાશે. કોવિડ દર્દીઓએ આરટીપીસીઆર રીપોર્ટ કરાવ્યો હોય તો તા. ૧૬ સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ પ્રચાર પ્રસાર રાજકોટ કમીટી મેમ્બર અશ્વિનભાઇ પટેલ (મો.૯૮૨૫૧ ૯૫૯૫૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:22 pm IST)