રાજકોટ
News of Monday, 3rd May 2021

રાજકોટ જિલ્લા ભાજપની બેઠકમાં કોરોના પરિસ્થિતિની સમીક્ષા

રાજકોટ : કોરોના મહામારી સામે સુરક્ષાના ભાગરૂપે ૧૮ વર્ષથી  ઉપરની વયના લોકોને નિઃશુલ્ક રસીકરણ શરૂ કરવામાં આવેલ હોય આ રસીકરણને વેગવંતુ બનાવવા સમક્ષા અર્થે રાજકોટ જિલ્લા ભાજપની બેઠક પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં મળી હતી. જેમાં ઉપાધ્યાક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જિ. પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, જિ. પં. ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઇ વાસાણી, પ્રદેશ કારોબારી સભ્યો ચેતનભાઇ રામાણી, દિનેશભાઇ અમૃતિયા, કોટડાસાંગાણી તા.પં. પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાએ તમામ મંડલોમાં ચાલી રહેલ માસ્ક વિતરણ, કોરોના દર્દીઓના પરિવારોને રાશન-ભોજન વિતરણ, ટેસ્ટીંગ બુથ પર પીવાના પાણીની વ્યવસ્થા, બ્લડ ડોનેશન કેમ્પ, પ્લાઝમાં ડોનેટ, જરૂરીયાતમંદ દર્દીઓને ઓકસીજન સીલીન્ડર તેમજ ઓકસીજન કીટનું નિઃશુલ્ક વિતરણ, હોમ આઇસોલેશન બેડની વ્યવસ્થા સહીતની અભિયાનની માહીતી પુરી પાડી હતી.

(3:21 pm IST)