રાજકોટ
News of Monday, 3rd May 2021

રાજકોટમાં રાહત : છેલ્લા બે દિવસમાં સાજા થવાનો રેસીયો વધ્યો : રીકવરી રેટ ૮૭%થી ઉપરઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે ચૌધરી હાઈસ્કુલમાં એમ્બ્યુલન્સની લાઈનોમાં જબરો ઘટાડો : RTPCR સહિત ટેસ્ટીંગમાં પણ હવે ભીડ જાવા મળતી નથી

રાજકોટ : શહેર - જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણમાં રાહત જાવા મળી રહી છે. દર્દીઓ સાજા થવાની સંખ્યા વધી છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લાઈનો પણ હવે નથી જાવા મળતી. સિવિલ કોવિડમાં દાખલ થવા માટે અઠવાડીયા પહેલા સિવિલમાં લાંબી લાઈનો જાવા મળતી હતી તેમાં પણ ઘટાડો જાવા મળ્યો છે. નોધનીય છે કે અઠવાડીયા અગાઉ અડધા દિવસમાં ૨૦૦ થી ૩૦૦ કેસ આવતા હતા તેમાં હવે ૫૦% જેટલો ઘટાડો થયો છે. બપોર ૧૨ સુધીમાં ૧૫૦ થી ૧૬૦ આસપાસ કેસ નોધાઈ રહ્યા છે. આમ શહેરમાં હવે રાહત જાવા મળી છે. મીની લોકડાઉનને કારણે પણ સંક્રમણ ઘટી રહ્નાનું નિષ્ણાંતો માની રહ્યાછે.

(12:15 pm IST)