રાજકોટ
News of Monday, 3rd May 2021

રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે જંગ હાર્યા : જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું નિધન

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે જંગ હાર્યા છે જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું નિધન થયું છે, છેલ્લા 20 દિવસથી રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ હતા તેઓએ આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા,

 જસદણ વિસ્તારમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય રણજીતભાઇ મેણીયાનું પાંચ દિવસ પહેલા કોરોનાથી અવસાન થયેલ હતું, જસદણ પંથકમાં શોકનો માહોલ છવાયો છે

(8:13 pm IST)