News of Thursday, 3rd May 2018
BSNL દ્વારા રાજકોટમાં નોકીયા મોબાઇલ સ્વીચ ફીટ કરાઇઃ સ્પીડ-કવરેજમાં જબરો વધારો
લોકાર્પણ કરાયું: આ સ્વીચનો લાભ સૌરાષ્ટ્ર-કચ્છને પણ મળશે
રાજકોટ તા.૩: BSNL દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં આધુનિક નોકીયા મોબાઇલ સ્વીચ ફીટ કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં બીએસએનએલ મોબાઇલ નેટવર્કમાં સુધારો થશે અને તેમાં સ્પીડ અને કવરેજમાં દોઢ ગણો વધારો થશે. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મોબાઇલ સ્વીચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કસ્તુરબા રોડ ટેલિફોન એકસચેન્જમાં મુકાયેલ મોબાઇલ સ્વીચથી નેટવર્કની સ્પીડ અને કવરેજમાં લગભગ દોઢગણો વધારો થશે. આ સ્વીચમાં ફોર-જી નેટવર્કની ટેકનિકલ જોગવાઇ છે જે આ મોબાઇલ સ્વીચનો લાભ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, જૂનાગઢ,અમરેલી અને ભુજની મોબાઇલ સેવાઓને મળશે અને સ્પીડ તથા ગુણવત્તામાં વધારો થશે.
(11:47 am IST)