રાજકોટ
News of Friday, 3rd April 2020

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અનોખો સેવાયજ્ઞ

રાજકોટ : 'સેવા પરમો ધર્મ' સુત્રને અનુસરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા હાલ કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉન વચ્ચે લોકોને મદદરૂપ  અનોખો સેવાયજ્ઞ શરૂ કરાયો છે. સેવાને રાષ્ટ્ર ધર્મ સમજીને આયુર્વેદીક ઉકાળા, હોમીયોપેથીક દવા, માસ્ક, સેનેટાઇઝર, અનાજ કીટ સહીતનું વિતરણ જરૂરતમંદ લોકોને કરવમાં આવી રહ્યુ છે. મહાનગરના ૬૪ સ્વયંસેવકો દ્વારા પોતાના વાહનમાં હાલની પરિસ્થિતી માં જે કર્મચારીઓ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે તેઓને માટે પણ ચા- નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી ગુજરાત સૌરાષ્ટ્રના સેવા કાર્ય માટે આર્થીક સહયોગ આપવા માટે ડો. જયંતિભાઇ ભાડેશીયા, નરેન્દ્રભાઇ દવેએ અપીલ કરી છે. આ માટે 'સેવા ભારતી ગુજરાત' નામથી રાજકોટ નાગરીક સહકારી બેંક, પરાબજાર બ્રાન્ચના ખાતા નં. ૦૧૦૦૦૩૧૦૦૦૩૬૪૭૨ માં રકમ કે ચેક જમા કરાવી શકાશે. તેમ સેવા ભારતી ૭-રજપુતપરાની એક યાદીમાં જણાવાયુ છે.

(4:25 pm IST)