રાજકોટ
News of Wednesday, 3rd March 2021

રાજકોટમાં અજાણ્યા મજૂર જેવા આધેડની માથામાં ઘા ફટકારી હત્યા

રાજકોટઃ શહેરના હોસ્પિટલ ચોક નજીક હત્યાની ઘટના બનતા એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અજાણ્યા મજૂર જેવા આધેડની માથામાં ઇજા સાથે લોહીલુહાણ લાશ મળી આવતા પીઆઇ સી.જી.જોશી અને ટીમે ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. મૃતકની અને મારનારની ઓળખ મેળવવા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ ત્યાંના મજૂરોની પૂછતાછ થઈ રહી છે.

(8:41 pm IST)