રાજકોટ
News of Wednesday, 3rd March 2021

ક્રાઇમ બ્રાંચના બે દરોડાઃ ૧૬ પત્તાપ્રેમી બે લાખની રોકડ સાથે જૂગાર રમતાં ઝડપાયા

એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં અને નવા ૧૫૦ રીંગ રોડ પર કવાર્ટરમાં દરોડોઃ બંને સ્થળેથી ૮-૮ ઝપટે ચડ્યા

હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ અને ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમ તથા હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી પીએસઆઇ વી. એમ. રબારીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૩: ક્રાઇમ બ્રાંચે એસટી વર્કશોપ પાછળ તથા નવા ૧૫૦ રીંગ રોડપર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં એમ બે મકાનોમાં ચાલતા જૂગારધામ પર દરોડા પાડી ૧૬ પત્તાપ્રેમીઓને પકડી લઇ રૂ. ૨,૦૧,૬૦૦ની રોકડ કબ્જે કરી છે.

પ્રથમ દરોડામાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦ના ખુણે હીના પાનની બાજુમાં રહેતાં નરેન્દ્ર પ્રેમજીભાઇ પરમાર (ઉ.૩૭)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી ડીસીબીની ટીમે દરોડો પાડી નરેન્દ્ર તથા વિનસ કારાભાઇ બથવાર (ઉ.૪૨-રહે. આંબેડકરનગર), દિલીપ મોતીભાઇ સોલંકી (ઉ.૩૯-રહે. આંબેડકરનગર), દિપક મનસુખભાઇ ચાવડા (ઉ.૩૫-રહે. શાપર વેરાવળ), શાંતુભા રાધુભાઇ તકમરીયા (ઉ.૫૭-રહે. સત્તાધાર પાર્ક-૩), જીતેન્દ્ર પ્રવિણભાઇ વધેરા (ઉ.૨૫-રહે. વીરવાવા તા. કાલાવડ), મનસુખભાઇ હીરાભાઇ વોરા (ઉ.૫૮-રહે. મવડી ચોકડી સંસ્કાર સીટી, મુળ શાપર વેરાવળ) અને કેશવજીભાઇ ડાયાભાઇ ચાવડા (ઉ.૬૦-રહે. થોરાળા વિજયનગર)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧,૨૧,૦૦૦  રોકડા તથા ગંજીપાના કબ્જે કર્યા હતાં.

બીજા દરોડામાં કાલાવડ રોડ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોસ્મો સિનેમા સામે ગુ.હા. બોર્ડ પંડિત દિનદયાળનગર રંગોલી પાર્ક કોલોની કવાર્ટર નં. આઇ-૧૩૦૪માં ભાડેથી રહેતાં અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.૪૧)ના ઘરમાં ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી દરોડો પાડી અમરજીતસિંહ તથા મહેન્દ્ર છગનભાઇ ઢોલરીયા (રહે. પાટીદાર રેસીડેન્સી-૨, સાધુ વાસવાણી રોડ), મુકેશ પ્યારઅલી ભામાણી (રહે. ચોટીલા ખોજા સોસાયટી), સતિષ ત્રિભુવનદાસ દાણીધારીયા (રહે. શિવમ પાર્ક-૪, રૈયા ચોકડી), કિશોર ઉકાભાઇ રમાણી (રહે. જેતપુર રોડ આવકાર સોસાયટી ગોંડલ), સિરાજ અબ્દુલરહિમ ભામાણી (રહે. દુધસાગર રોડ, રેડિયસ બિલ્ડીંગ) અને અશોક ભુદરભાઇ કલોલા (રહે. સ્વાતિપાર્ક-૩ કોઠારીયા રોડ)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૮૦૬૦૦ની રોકડ કબ્જે કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં આ બંને દરોડાની કામગીરી આ કામગીરી હેકડોન્સ. જયંતિભાઇ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા અને કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ બી.આર. ગઢવી, સી. એમ. ચાવડા, સંતોષભાઇ મોરી અને કરણભાઇ મારૂએ તથા પ્રતાપસિંહ અને એભલભાઇની બાતમી પરથી પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, દિગ્વીજયસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, પુષ્પરાજસિંહ જાડેજા અને સોકતભાઇ ખોરમે કરી હતી.

(4:38 pm IST)