રાજકોટ
News of Wednesday, 3rd March 2021

આઈપીઓ સામે એલઆઈસી કર્મચારીઓનો દેખાવો : ૧૮મીએ હડતાલ

એલઆઈસી કર્મચારીઓએ આજે રાજકોટ સહિત દેશભરમાં દેખાવો - સૂત્રોચ્ચાર બપોરે ૨ થી ૨:૩૦ દરમિયાન કર્યા હતા. એલઆઈસીનો આવી રહેલ આઈપીઓ અને વેતન સુધારણા પ્રશ્ને રજૂઆતો છતાં મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લેતા આજથી આંદોલન કાર્યક્રમ શરૂ થયા છે. આજે સૂત્રોચ્ચાર બાદ અને ૧૫ માર્ચે પણ દેખાવો થશે. ૧૮મી માર્ચે ૧ દિવસની દેશભરમાં હેડતાલનું એલાન આપવામાં આવ્યુ છે. આ બાબતે મીટીંગોનો દોર શરૂ થયો છે અને એલઆઈસીના વિવિધ યુનિયનોને પણ પત્ર પાઠવવામાં આવ્યો છે.

(4:13 pm IST)