રાજકોટ
News of Wednesday, 3rd March 2021

બળાત્કાર કેસમાં આજીવન કેદની સજાના હુકમ સામે આરોપીની હાઇકોર્ટમાં અપીલ

હાઇકોર્ટ દ્વારા સજાનો હુકમ સ્ટે. કરી આરોપીના જામીન મંજૂર કર્યા

રાજકોટ,તા. ૩ : બળાત્કારના કેસના સજાનો હુકમ સ્ટે કરી આરોપીના રેગ્યુલર જામીન મંજુર કરવાનો ગુજરાત હઇકોર્ટે હુકમ કયો હતો.

ફરીયાદની ની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી રહે. મું.વાડોદર, તા.ધોરાજી, જી. રાજકોટવાળાએ પાટણવાવ પોલીસ સ્ટેશન મા તા. ૧૦/૩/૧૯ ના રોજ ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬ (૨) (એન), ૨૧૨, ૧૧૪ તથા પોકસો એકટની કલમ ૪,૬,૧૨,૧૯ મુજબ આ કામના આરોપી (૧) પ્રજ્ઞેશ ઉર્ફે પાગો રતીભાઇ પટેલ રહે. મું.વાડોદરા, તા. ધોરાજી (૨) શંકર દુદાભાઇ આહીર રહે. જેતપુર (૩) કેશુભાઇ નાનજીભાઇ બારૈયા રહે. મું. દેરડીધાર, તા.જેતપુર (૪) જીણાભાઇ ચનાભાઇ ડાભી રહે. મું.ચાંપાધાર તા. ધોરાજી (૫) ચેતનભાઇ રણછોડભાઇ મેણીયા રહે. મું. ચાંપાભાર તા. ધોરાજી આમ પાંચેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવેલ હતી.

ફરિયાદની હકીકત એવી છે કે ફરીયાદીની સગીર વયની દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, બદનામ કરવાના ઇરાદે, તેણીનું અપહરણ કરી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લઇ જઇ તેણી સાથે બનાવ અગાઉ આરોપી નં. ૧નાએ શારીરિક સબંધ બાંધેલ હોય જેમાં આરોપી નં. ૧ તથા ભોગ બનનારને આરોપી નં. ૨ થી ૫ ના ઓએ પોતાના ઘરે રાખી જમવાની વ્યવસ્થા કરી આપી, તેમજ પોતાની સ્વીફટ કાર ગુન્હો કરવા માટે વાપરેલ અને તે રીતે એકબીજાની મદદગારી કરેલ હોવાથી ફરીયાદીએ ફરીયાદ કરેલ હતી.

ત્યારબાદ તપાસના ચક્રો ગતિમાન થતા આરોપીઓની ધરપકડ થયેલ અને જામીનમુકત થયેલ હતા. ત્યારબાદ સદર કેસમાં પોલીસે તપાસ પુરી કરી એડી. સેસન્સ કોર્ટ (સ્પેશ્યલ પોકસો) ધોરાજી સમક્ષ આરોપીનો વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ અને કોર્ટે સ્પેશ્યલ પોકસો કેસ નંબર પાડેલ હતો. જેથી સદર કામે ફરિયાદપક્ષ અને બચાવપક્ષનો પુરાવો અને દલીલો બાદ કોર્ટે આખરી હુકમમાં આરોપી નં. ૧ પ્રજ્ઞેશ પટેલને સદર ગુન્હામાં કસુરવાન ઠેરવી આજીવન સાદી કેદની સજાનો હુકમ કરેલ અને બાકીના આરોપી નં. ૨ થી ૫ નાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

ત્યારબાદ આરોપી નં. ૧ પ્રજ્ઞેશ પટેલ સજાના હુકમથી નારાજ થતા સદર હુકમ સામે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રેગ્યુલર અપીલ ફાઇલ કરેલ હતી. જે અપીલના કામે ગુજરાત હાઇકોર્ટે સજાનો હુકમ સ્ટે કરી આરોપીને રૂ. ૧૦,૦૦૦ના રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

સદર અપીલના કામે આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે પાગો પટેલ તરફે નામ. ગુજ. હાઇકોર્ટમાં અપૂર્વ કે.જાની તથા રાજકોટના પી એન્ડ લો ચેમ્બરના વિદ્વાન ધારાશાસ્ત્રી અલ્પેશ વી.પોકડીયા, ભાર્ગવ જે. પંડ્યા, અમિત ગડારા, કેતન સાવલીયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા વિગેરે રોકાયા હતા.

(4:08 pm IST)