રાજકોટ
News of Wednesday, 3rd March 2021

હવે દરેક ખાનગી હોસ્પિટલો વેકસીનેશનમાં સામેલ થઇ શકશે

રસીકરણની ઇચ્છા ધરાવતી હોસ્પિટલોએ મ.ન.પા.માં નામ નોંધાવી સરકારની મંજુરી લેવાની રહેશે : પ્રાઇવેટ હોસ્પિટલોમાં પૂરતી સુવિધા જરૂરી : સરકારનો પરિપત્ર

રાજકોટ તા. ૩: કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કામાં થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવનો પ્રારંભ તા. ૧ માર્ચ થી આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અને  માન્ય ખાનગી હોસ્પિટલમાં શરૂ થયો હતો. હવે દરેક ખાનગી હોસ્પિટલને વેકસીનેશન કાટે સમાવેશ કર્યો છે. રસીકરણની ઇચ્છા ધરાવતી હોસ્પિટલોએ મ.ન.પા.માં નામ નોંધાવી સરકારની મંજુરી લેવાની રહેશે.

કોરોના વેકિસનેશનના બીજા તબક્કામાં સરકારે તમામ પ્રાઈવેટ હોસ્પિટલોનો સમાવેશ કર્યો છે. સોમવારથી શરૂ થયેલા આ તબક્કામાં, પ્રથમ સરકારી યોજનાઓ સાથે જોડાયેલી માત્ર ૧૦,૦૦૦ પ્રાઈવેટ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેકિસનેશન શરૂ થયાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે સરકારે એનો વ્યાપ વધાર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કોરોના વેકિસનની કોઈ અછત નથી.

કેન્દ્ર સરકારે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂછ્યું છે કે આયુષ્માન ભારત-વડાપ્રધાન જન આરોગ્ય યોજના (AB-PMJAY), કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) અને રાજય આરોગ્ય વીમા યોજનામાં સામેલ તમામ પ્રાઈવેટ હોસ્પિટલોની ક્ષમતાનો વેકિસનેશન માટે મહત્ત્।મ ઉપયોગ કરો. જે પ્રાઈવેટ હોસ્પિટલો કે જેઓ આ ત્રણ યોજનામાં સમાવિષ્ટ નથી એને પણ વેકિસનેશન કેન્દ્રો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે, જોકે તેમની પાસે કોરોના વેકિસનેશન સંબંધિત તમામ સુવિધાઓ હોવી જોઈએ.

પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ સુવિધાઓ હોવી જોઈએ

   કોલ્ડ ચેઇનની પૂરતી વ્યવસ્થા અને વેકિસન લગાવનાર લોકોનો પૂરતો સ્ટાફ.

   વેકિસન મુકાવનારના નિરીક્ષણ માટેની જગ્યા.

   વેકિસનેશન પછી મેનેજમેન્ટ ઓફ એડવર્સ ઇવેન્ટ્સ (AEFI)ની વ્યવસ્થા.

   ભીડને હેન્ડલ કરવા અને લોકોને બેસવાની વ્યવસ્થા.

         પાણી અને સિગ્નેજ (સાઈનેઝ) માટેની વ્યવસ્થા.

(4:06 pm IST)