રાજકોટ
News of Wednesday, 3rd March 2021

યુનિવર્સિટીને 'બી' ગ્રેડ મળતા વી.સી.-પી.વી.સી. રાજીનામુ આપેઃ NSUI

રાજકોટ તા. ૩ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નેક કમીટીએ 'બી' ગ્રેડ આપતાં આ નામોશી બદલ વી. સી. અને પી. વી. સી. એ રાજીનામુ આપી દેવુ જોઇએ તેમ એન. એસ. યુ. આઇ.નાં પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેઓએ નિવેદનમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 'એ' ગ્રેડ માન્યતા પ્રાપ્ત યુનિવિર્સિટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઉજજવળ ભવિષ્ય માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળ દ્વારા પ્રયત્ન થતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તાજેતરમાં નેકની ટીમ દ્વારા ફરીથી યુનિવર્સિટીનું મૂલ્યાંકન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વી. સી. અને પી. વી. સી. ની અનઆવડતાના લીધે યુનિવર્સિટીની ફરીથી 'બી' ગ્રેડમાં ધકેલાય છે જેના સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને બહુ મોટુ નુકશાન થવાનું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વી. સી. અને પી. વી. સી. ના આંતરિક ઝઘડાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટું નુકસાન થવા પામેલ છે. જેથી એક વિદ્યાર્થી સંગઠન તરીકે એન. એસ. યુ. આઇ. દ્વારા વી. સી., પી. વી. સી. નું તાત્કાલીક રાજીનામું આપે તેવી માંગ સાથે મહામહીમ રાજયપાલશ્રીને પણ ફેકસ દ્વારા આવેદન પાઠવાશે.

(4:06 pm IST)