રાજકોટ
News of Wednesday, 3rd March 2021

પુસ્‍તકો જેવું વફાદાર મિત્ર કોઈ જ નથી

સેન્‍ટ્રલ બેંક દ્વારા હિન્‍દી પુસ્‍તક પ્રદર્શન ઈ-સંમેલન

રાજકોટઃ કેન્‍દ્રીય કાર્યાલય, રાજભાષા વિભાગના આદેશ અનુસાર ક્ષેત્રીય કાર્યાલય, રાજકોટ ખાતે હિન્‍દી પુસ્‍તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું. આ પ્રસંગે આંચલિક કાર્યાલયથી ફિલ્‍ડ મુખ્‍ય પ્રબંધક શ્રી જે.એસ.શાહની, રાજકોટ મુખ્‍ય શાખાના સહાયક મહાપ્રબંધક શ્રી મિથિલેશ કંવર અને રાજકોટ ક્ષેત્રીય પ્રબંધક શ્રી બી.જે. રાવ ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે ઈ- સમ્‍મેલનમાં મુખ્‍ય અતિથિ તરીકે રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય, ભારત સરકારના ડો.સુમિત જૈરથ, આઈએએસની સાથે બેંકના પ્રબંધ નિર્દેશક અને મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી પલ્લવ મહાપાત્રજી ઉપસ્‍થિત રહ્યા હતા.

કોવિડ-૧૯ની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ તથા માસ્‍કનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. વિભિન્‍ન પુસ્‍તકોનું અવલોકન કર્યા બાદ ક્ષેત્રીય પ્રબંધક દ્વારા  પુસ્‍તકના મહત્‍વના સંદર્ભમાં પોતાનો વિચાર વ્‍યકત કર્યો હતો કે, પુસ્‍તકો આપણા એકાંતના મિત્ર હોય છે તે આપણા એવા મિત્ર હોય છે જે બદલામાં આપણી પાસે કાંઈ માંગતા નથી, પુસ્‍તકો સાચા મિત્રની જેમ રસ્‍તો દેખાડે છે તથા આપણું મનોરંજન પણ કરે છે. પુસ્‍તકો જેવું વફાદાર મિત્ર કોઈ નથી તે આપણે સાહસ અને ધૈર્ય પુરૂ પાડે છે.

(2:51 pm IST)