રાજકોટ
News of Wednesday, 3rd March 2021

જાણિતા એડવોકેટ દિલીપભાઈ પટેલના પુત્ર સૌમીલના બાળકો અંશ અને આશીના પ્રથમ જન્મદિવસની ઉજવણીઃ મહેમાનોએ આશીર્વાદ આપ્યા

રાજકોટઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન જાણીતા ધારાશાસ્ત્રીશ્રી દીલીપભાઈ પટેલના પુત્ર સૌમીલ અને દીશાના પુત્ર અંશ અને પુત્રી આશીનાં જન્મદિવસની કાલાવડ રોડ પરના પાર્ટી પ્લોટમાં ભવ્ય ઉજવણી થયેલ. જેમાં રાજકોટના ડીસ્ટ્રીકટ જજશ્રી યુ.ટી. દેસાઈ, મહેસાણાના ડીસ્ટ્રીકટ જજશ્રી પ્રફુલભાઈ ગોકાણી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ભરત બોઘરા, પ્રદેશ અગ્રેણી શ્રી નીતીનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી ધનસુખભાઈ ભંડેરી ચેરમેન ફાઈનાન્સ બોર્ડ, માજી ધારાસભ્ય શ્રી રમેશભાઈ રૂપાપરા, ભાનુબેન બાબરીયા સહીતના મોટી સંખ્યામાં મહાનુભવો હાજર રહેલ હતા.

બિલ્ડર એસો.ના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા, જીલ્લા પંચાયતના સદસ્ય ફિલ્મ નિર્માતા શ્રી ભુપત બોદર, રાજ બેન્કના ચેરમેન શ્રી જગદીશભાઈ કોટડીયા, બીલ્ડર શ્રી જગદીશભાઈ ડોબરીયા, શ્રી હંસરાજભાઈ ગજેરા ચેરમેન બીનઅનામત આયોગ, શ્રી રમેશભાઈ ટીલાળા પ્રમુખ શાપર ઈન્ડસ્ટ્રીઝ એસો., લોધીકા સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી લાભુભાઈ ખીમાણીયા અગ્રણી આહીર સમાજ, ડો. હાપાણી, ડો.બબીતા હાપાણી, ડો.શાહ, ડો.વેકરીયા, મહેશભાઈ ચૌહાણ, આસી.પોલીસ કમીશ્નર શ્રી બસીયા, ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. શ્રી ઠકકર, પોલીસ અધિકારીએ અંશ- આશીને આર્શીવાદ આપેલ હતા.

આઉપરાત સ્વ.અભયભાઈ ભારદ્વાજ પરીવાર, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, સહકારી અગ્રણી નીતિન ઢાંકેચા, અરવિંદ તાળા, આર.કે. યુનીવીર્સીટીના ખોડીદાસ પટેલ, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા, માજી મેયર જૈમીનભાઈ ઉપાધ્યાય, માજી ડે. મેયર દર્શીલાબેન શાહ, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર સહીતના પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓએ ચુંટણીના અરસામા સમય કાઢીને અંશ અને આશીને આર્શીવાદ આપેલ હતા.

એડવોકેટ દીલીપભાઈ પટેલ પરીવારના શ્રી કાનજીભાઈ પટેલ, શૈલેષ પટેલ, ભારતીબેન પટેલ, ભાવનાબેન પટેલ, રીપલ પટેલ, ખુશાલી પટેલ દ્વારા મહેમાનોને આવકારેલ હતા. (શ્રી દિલીપભાઈ પટેલ મો.૯૩૭૪૧ ૦૪૪૪૧)

(2:43 pm IST)