રાજકોટ
News of Friday, 3rd February 2023

બેડી યાર્ડ પાસે અકસ્‍માતઃ વિજ થાંભલો તોડીને ટ્રક રોડ નીચે ખાડામાં ઉતરી ગયોઃ ટ્રાફિક જામ

વિજતાર તૂટીને રોડ પર આવી ગયાઃ ચાલક અંજારના યુવાનને સારવારમાં ખસેડાયો

રાજકોટઃ બપોરે રાજકોટ-મોરબી હાઇવે પર બેડી યાર્ડ નજીક એક ટ્રક જીજે૧૨ઝેડ-૮૦૪૭ના ચાલકે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં ટ્રક વિજ થાંભલા સાથે અથડાઇને રોડ નીચે ઉતરી ખાડામાં ખૂંપી ગયો હતો. આ અકસ્‍માતને કારણે થાંભલો ભાંગી જતાં વિજતાર રોડ પર આવી ગયા હતાં. આ કારણે ટ્રાફિક અટકાવી દેવો પડયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની ટીમ પહોંચી હતી. ટ્રકમાં ફસાયેલા ચાલક અંજારના મહેશ નામના યુવાનને બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જો કે તે અહિથી સારવાર લીધા વગર જ જતો રહ્યો હતો. બનાવ સ્‍થળની તસ્‍વીરો ગવરીદડથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી. તસ્‍વીરમાં રોડ નીચે ઉતરી ગયેલો ટ્રક, બટકી ગયેલો થાંભલો અને રોડની એક સાઇડમાં વાહનોની કતારો અને એક સાઇડનો રોડ બંધ કરાયો હતો તે જોઇ શકાય છે.

(4:12 pm IST)