રાજકોટ
News of Friday, 3rd February 2023

જી.પી.એસ.સી.ની પરીક્ષા અન્વયે રાજકોટ પોલિસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધક આદેશો જાહેર

પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીઓએ મોબાઈલ ફોન અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક સાધનો કે સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ

રાજકોટ:ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, ગાંધીનગર દ્વારા કાર્યપાલક ઈજનેર વર્ગ ૧, અને નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ ૨ સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા તા.૦૫-૦૨-૨૦૨૩ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા મુક્ત અને શાંત વાતાવરણમાં યોજાય અને ઉમેદવારોને પરીક્ષા આપવામાં અડચણ ઉભી ન થાય તે માટે રાજકોટ શહેર પોલિસ કમિશનર રાજૂ ભાર્ગવે નીચે મુજબના આદેશો જારી કર્યા છે. 

 આ પરીક્ષાના ૧૭ પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ફોટોકોપી કે ફેક્સ મશિનનો વપરાશ કરવા, અનધિક્રૃત વ્યક્તિઓએ કે વાહનોને પ્રવેશ કરવા, ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં કોઈ પરીક્ષાર્થીઓએ મોબાઈલ ફોન અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક સાધનો કે સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

   

(12:44 am IST)