રાજકોટ
News of Saturday, 3rd February 2018

પેટાચુંટણીઓનો ઇતિહાસઃ ભાજપના ભાગે થાળી, કોંગ્રેસનો વાટકો

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ૧પ પેટાચુંટણી યોજાયઃ ૧૨માં ભાજપ, ૩માં કોંગ્રેસ વિજયી બન્યુઃ ૧૧ વખત બોર્ડ ખંડિતઃ ૭ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા

રાજકોટ, તા., ૧: રાજકોટ નગર પાલીકાનું ૧૯ નવેમ્બર ૧૯૭૩ના રાજકોટ મહાનગર પાલીકામાં રૂપાંતર થયું હતું. મ્યુનિ. કોર્પોરેશનનાં આજ દિન સુધીના ઇતિહાસમાં કોર્પોરેટરના અવસાનથી પેટાચુંટણીઓમાં યોજાયેલ ૧૨માં ભાજપ અને ૩માં કોંગ્રેસનો વિજય થયો હતો. બે વખત ચુંટણી યોજાઇ હતી. ૧૧ વખત બોર્ડ ખંડીત થયું છે. ૭ કોર્પોરેટરોએ રાજીનામા આપતા પેટા ચુંટણીમાં યોજાઇ હતી.

આ અંગે કોર્પોરેશનનાં ચોપડે નોંધાયેલ વિગતો મુજબ  મ્યુ. કોર્પોરેશનનાં આજદિન સુધીનાં ઇતિહાસમાં સૌ પ્રથમ ૧૯૭૭ માં ભાજપનાં કોર્પોરેટર સ્વ. કાનજીભાઇ પરમારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજાયેલ  જેમાં માવજીભાઇ ચૌહાણનો વિજય થયો હતો. ત્યારબાદ ૧૯૮૩ માં ભાજપનાં પૂર્વ મેયર સ્વ. અરવિંદભાઇ મણીયારનું અવસાન થતાં પેટા ચૂંટણી યોજાયેલ અને હંસીકાબેન  મણીયાર ચૂંટાયા હતાં. જયારે ૧૯૮૮ માં કોંગ્રેસનાં મનસુખભાઇ ઉંધાડનો દેહ વિલય થતાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપનાં રતિભાઇ બોરીચાના વિજય  થયો હતો.

ત્યારબાદ ૧૯૯૩ માં કોંગ્રેસનાં ફકીરભાઇ ઝરીયાનું અવસાન થયેલ પરંતુ તે વખતે ટર્મ પુરી થઇ રહી હોવાથી પેટા ચૂંટણી યોજાઇ ન હતી. આ  ઉપરાંત ૧૯૯પ માં ભાજપનાં હરિભાઇ ધવાનાં અવસાન બાદ જે પેટા ચૂંટણી થઇ હતી તેમાં ભાજપનાં કાંતાબેન ધવાનો વિજય થયો હતો. જયારે ૧૯૯૭ માં ભાજપનાં કિશોરભાઇ રાઠોડ (કે. ડી.) નું અવસાન થયા બાદ યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપનાં અનિલભાઇ રાઠોડ કોર્પોરેટર થયા હતાં. અને ૧૯૯૮ માં ભાજપનાં નિર્મળાબેન પનારાનું અવસાન થયા બાદ યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં જયશ્રીબેન સોજીત્રા ચૂંટાયા હતાં. ત્યારબાદ ર૦૦૩ માં કોંગ્રેસના અશોકભાઇ કાકડીયાનું અવસાન થતા યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નાં જ મનહરસિંહ ગોહેલનો વિજય થયો હતો.

ત્યારબાદ ર૦૦૪ માં ભાજપનાં લડાયક કોર્પોરેટર અને પૂર્વ ડે. મેયર પુષ્પાબેન પંડયાનો દેહ વિલય થતાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનાં સ્મીતાબેન સિધપરા ચૂંટાયા હતાં. તેમજ ર૦૧૦ માં ભાજપનાં યુવા કોર્પોરેટર અમિતભાઇ ભોરણીયાનું આકસ્મિક અવસાન થતાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ડો. છગનભાઇ ભોરણીયા કોર્પોરેટર બન્યા હતાં. છેલ્લે ર૦૧પ માં ભાજપનાં કૈલાશબેન રામાણીનું અવસાન થતાં જે પેટા ચૂંટણી થયેલ તેમાં ભાજપનાં ભાનુબેન તળાવીયાનો વિજય થયો હતો.

સાત કોર્પોેરેટરોએ રાજીનામાં આપ્યા હતા

મ્યુનિ. કોર્પોરેશનમાં આજદિન સુધી ચાલુ ટર્મમાં ૧૯૮૧માં મગનભાઇ સોનપાલ, મોહનભાઇ ભંડેરી, ડાયાભાઇ સોલંકી તથા ૧૯૯૨માં પુષ્પાબેન પંડયા, ૨૦૧૩માં સંજય ધવા, ૨૦૧૫માં નરેન્દ્રભાઇ સોલંકી તથા ૨૦૧૫માં રાજભા ઝાલાએ રાજીનામુ આપ્યું હતું. જેમાં ૬ પેટાચુંટણી યોજાતા તમામમાં ભાજપનો વિજય થયો હતો.

પેટા ચુંટણી ન યોજાઇ

જો કે નિયમ મુજબ આગામી ૬ મહિનામાં આ ખાલી પડેલી બેઠકની પેટા ચુંટણી યોજવી પડે છે. ૧૯૯૩ માં કોંગ્રેસના ફકીરભાઇ ઝરીયાનું અવસાન થયેલ. પરંતુ તે વખતે ટર્મ પુરી થઇ રહી હોવાથી પેટા ચુંટણી યોજાઇ ન હતી.

જયારે ૧૪ ડિસેમ્બર ૧૯૯૨માં ભાજપનાં પુષ્પાબેન પંડયાએ રાજીનામુ આપ્યુ હતુ. પરંતુ તે વખતે ૬ માસ બાદ ટર્મ પુરી થઇ રહી હોવાથી પેટાચુંટણી આવી ન હતી.

આ ઉપરાંત ૪ ઓગસ્ટ ૨૦૧૫માં ભાજપના રાજભા ઝાલાએ કોર્પોરેટર પદેથી રાજીનામુ આપેલ તે વખતે ૬ માસ બાદ ટર્મ પુરી થઇ રહી હોવાથી પેટાચુંટણી આવી ન હતી. આમ ત્રણ વખત પેટા ચુંટણી યોજાઇ ન હતી.

ઉપરોકત આંકડાકીય હકીકતો મુજબ ૧૯૭૭થી આજ દિન સુધીમાં કોર્પોરેટરોની અવસાનથી ૧ર વખત જનરલ બોર્ડ ખંડીત થયું છે અને ૧૦ વખત પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં ૭ વખત ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જયારે ૩ વખત કોંગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. ૭ કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા હતા અને તેમાં ૫ પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં તમામ ચુંટણીમાં ભાજપનો વિજય થયો હતો.

રાજકોટમાં અન્ય પક્ષ કે અપક્ષ કોઇ દિ' નથી ચુંટાયા

રાજકોટઃ નોંધનિય છે કે, રાજકોટમાં એક પણ ચુંટણીમાં અત્યાર સુધી અપક્ષ ઉમેદવાર ચુંટાયા નથી. અહીંના લોકો માત્ર મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષ અને તેમાંય કોંગ્રેસ - ભાજપના ઉમેદવારોને જ ચુંટે છે.

કોર્પોરેટરોએ કયારે રાજીનામુ આપ્યું?

કોર્પોરેટરશ્રીનું નામ

રાજીનામા તારીખ

 પક્ષ

ચુંટાયેલા કોર્પો.નું નામ

  પક્ષ

મગનભાઇ સોનપાલ

૬/૧૨/૧૯૮૧

ભાજપ

ડાયાભાઇ સોલંકી

ભાજપ

મોહનભાઇ ભંડેરી

૬/૧૨/૧૯૮૧

ભાજપ

મોહનભાઇ ભંડેરી

ભાજપ

ડાયાભાઇ સોલંકી

૬/૧૨/૧૯૮૧

ભાજપ

રમણીકભાઇ વૈદ્ય

ભાજપ

પુષ્પાબેન પંડયા

૧૪/૧૨/૧૯૯૨

ભાજપ

૦૬ માસથી ઓછો સમય

    -

 

 

 

હોવાથી પેટા ચુંટણી થઇ નથી

 

સંજયભાઇ ધવા

૮/૧૦/૨૦૧૩

ભાજપ

રાજેશ પી. ફળદુ

ભાજપ

નરેન્દ્રકુમાર સોલંકી

૯/૩/૨૦૧૫

ભાજપ

કિશોરભાઇ પરમાર

ભાજપ

રાજેન્દ્રસિંહ ઝાલા

૪/૮/૨૦૧૫

ભાજપ

૬ માસથી ઓછો સમય

    -

 

 

 

હોવાથી પેટાચુંટણી થઇ નથી

 

મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ કયારે કોના અવસાનથી ખંડિત થયું

 

કોર્પોરેટરશ્રીનું નામ

અવસાન તારીખ

 પક્ષ

ચુંટાયેલા કોર્પો.નું નામ

  પક્ષ

કાનજીભાઇ પરમાર

ફેબ્રુ. ૧૯૭૭

ભાજપ

માવજીભાઇ ચૌહાણ

કોંગ્રેસ

અરવિંદભાઇ મણિયાર

૫/૯/૧૯૮૩

ભાજપ

હંસિકાબેન મણિયાર

ભાજપ

મનસુખભાઇ ઉંધાડ

૩૦/૩/૧૯૮૮

કોંગ્રેસ

રતિભાઇ બોરીચા

ભાજપ

ફકીરભાઇ જરીયા

૨૯/૧૦/૧૯૯૩

કોંગ્રેસ

તા. ૩૧/૧૦/૧૯૯૩ના રોજ

 

 

 

 

બોર્ડની મુદ્દત પૂરી થયેલ હોઇ

 

 

 

 

પેટાચૂંટણી થયેલ નથી

 

હરિભાઇ ધવા

૨૫/૧૦/૧૯૯૫

ભાજપ

કાંતાબેન ધવા

ભાજપ

કિશોરભાઇ રાઠોડ

૧૦/૫/૧૯૯૭

ભાજપ

અનિલભાઇ રાઠોડ

ભાજપ

નિર્મળાબેન પનારા

૩/૭/૧૯૯૮

ભાજપ

જયશ્રીબેન સોજીત્રા

કોંગ્રેસ

અશોકભાઇ કાકડીયા

૭/૧૧/૨૦૦૩

કોંગ્રેસ

મનોહરસિંહ ગોહેલ

કોંગ્રેસ

પુષ્પાબેન પંડયા

૧૮/૭/૨૦૦૪

ભાજપ

સ્મિતાબેન સિધ્ધપરા

ભાજપ

અમિતભાઇ ભોરણીયા

૧૮/૬/૨૦૧૦

ભાજપ

છગનભાઇ ભોરણીયા

ભાજપ

કૈલાશબેન રામાણી

૨૦/૨/૨૦૧૫

ભાજપ

ભાનુબેન તરાવીયા

ભાજપ

પ્રભાતભાઇ ડાંગર

૨૪/૧૧/૨૦૧૭

કોંગ્રેસ

 

 

(9:08 am IST)