રાજકોટ
News of Friday, 2nd December 2022

કપાસીયા તેલમાં ૪૦ રૂા.નો કડાકો

પામતેલમાં પણ ૩૦ રૂા.નો ઘટાડોઃ સીંગતેલના ભાવો સ્‍થિર

રાજકોટ તા. ર :.. ખાદ્યતેલોમાં આજે કપાસીયા તેલમાં એક જ ઝાટકે ૪૦ રૂા.નો કડાકો થયો હતો. જયારે પામતેલમાં ૩૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો.

સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં કપાસની આવકો વધતા સ્‍થાનીક બજારમાં કપાસીયા તેલમાં ૪૦ રૂા. નો કડાકો થયો હતો. કપાસીયા તેલ લૂઝના ભાવ ૧૧૭૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૧૩૦ રૂા. ભાવ બોલાયા હતાં. કપાસીયા ટીનના ભાવ ર૧પ૦ થી રર૦૦ હતા તે ઘટીને ર૧૧૦ થી ર૧૬૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતાં.

કપાસીયા તેલ સાથે પામતેલમાં પણ ૩૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. પામતેલ લૂઝના ભાવ ૯૮૦ રૂા. હતા તે ઘટીને ૯પ૦ રૂા. અને પામતેલ ટીનના ૧પ૬પ થી ૧પ૭૦ રૂા. હતા તે ઘટીને ૧પ૩પ થી ૧પ૪૦ રૂા. થયા હતાં. પામતેલની આવકો વધતા ભાવ ઘટયાનું વેપારી સૂત્રોએ જણાવ્‍યું હતું.

સીંગતેલના ભાવમાં બપોર સુધી કોઇ વધ-ઘટ ન થતા ભાવો સ્‍થિર રહ્યા હતાં.

(5:00 pm IST)