રાજકોટ
News of Friday, 2nd December 2022

ગંજીવાડામાં છરી વડે ખુની હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૨ : ગંજીવાડા વિસ્‍તારમાં સગા સાઢુભાઇ પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુન્‍હા હેઠળ પકડાયેલ આરોપીનો રાજકોટની સેશન્‍સ કોર્ટ દ્વારા જામીન ઉપર છૂટકારો કરેલ છે.

રાજકોટ શહેરમાં ગંજીવાડા વિસ્‍તારમાં રહેતા આ કામના ફરીયાદી વિજયભાઇ ભાણાભાઇ હરવદીયાએ થોરાળા પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૬, ૫૦૬(૨) તથા જી.પી. એકટની કલમ ૧૩૫ (૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્‍વયે પોલીસ દ્વારા ગત તા. ૯/૭/૨૦૨૨ના રોજ આ કામના આરોપી સાગર બચુભાઇ મકવાણાની ઉપરોકત ગુન્‍હાના કામ સબબ થોરાળા પોલીસ સ્‍ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

ત્‍યારબાદ ઉપરોકત આરોપી દ્વારા જામીન ઉપર છુટવા માટે સેશન્‍સ જામીન અરજી ગુજારેલ હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બન્ને પક્ષકારો વચ્‍ચે થયેલ દલીલો અને રજુઆત તેમજ મૌખીક તેમજ લેખીત પુરાવાને ધ્‍યાનમાં લઇ તેમજ બનાવ અને બનાવને અનુરૂપ થયેલ પોલીસ તપાસના કાગળો ધ્‍યાને લઇ અને અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખતી તેમજ મૌખીક દલીલો તેમજ તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્‍થાપિત કરેલા જુદા-જુદા ચુકાદાઓને લક્ષમાં રાખી કરવામાં આવેલી રજુઆતોને ગ્રાહ્ય રાખી રાજકોટના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટના મહે. જજે આરોપીને રેગ્‍યુલર જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામના આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા રોકાયેલા હતા.

(4:03 pm IST)